કોરોના રોજેરોજ રેકોર્ડ તોડે છેઃ ભારતમાં ર૪ કલાકમાં ૧,૧પ,૭૩૬ કેસ

દેશમાં ૬૩૦ દર્દીઓના એક દિ'માં ગયા જીવઃ મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૫૫,૪૬૯ દર્દીઓ નોંધાયાઃ

નવી દિલ્હી તા. ૭ઃ કોરોનાએ ફરીથી ભયાનક સ્વરૃપ ધારત કર્યું છે અને રોજેરોજ રેકોર્ડ તૂટી રહ્યો છે. દેશમાં છેલ્લા ર૪ કલાકમાં ૧,૧પ,૭૩૬ કેસ નોંધાયા છે, જ્યારે ૬૩૦ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.

દેશમાં એક જ દિવસમાં ૧.૧પ લાખ નવા કેસ નોંધાયા છે. આ સાથે ૪ એપ્રિલના મળેલા ૧.૦૩ લાખ દર્દીનો રેકોર્ડ પણ તૂટી ગયો હતો. પ૯,૭૦૦ દર્દી સ્વસ્થ થયા અને ૬૩૦ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ રીતે એક્ટિવ કેસની સંખ્યા, એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં ર, કલાકમાં રેકોર્ડ પ૪,૭૯પ નો વધારો થયો છે. અગાઉ ૪ એપ્રિલના પ૦,૪૩૮ એક્ટિવ કેસ હતાં, ત્યારે તે સૌથી વધુ હતાં. આ સ્થિતિ ચિંતાજનક છે.

નવા કેસમાં દરરોજની જેમ મહારાષ્ટ્રમાં સૌથી વધુ પપ,૪૬૯ પોઝિટિવ મળી આવ્યા છે. ૯,૯ર૧ નવા દર્દી સાથે છત્તીસગઢ બીજા સ્થાને છે. બન્ને રાજ્ય કુલ એક્ટિવ કેસમાં પણ ટો-ર માં છે. મહારાષ્ટ્રમાં ૪.૭ર લાખ, જ્યારે છત્તીસગઢમાં પર,૪૪પ દર્દીની સારવાર કરવામાં આવી રહી છે.

દેશમાં અત્યાર સુધીમાં લભગભગ ૧.ર૮ કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી લગભગ ૧.૧૮ કરોડ લોકો સાજા થય છે અને ૧.૬૬ લાખ લોકોએ પોતાનો જુવ ગુમાવ્યો છે. આ આંકડા કોવિડ૧૯ ઈન્ડિયા.ઓઆરજી પરથી લેવામાં આવ્યા છે.

વધતા કોરોના કેસોને ધ્યાનમાં રાખીને દિલ્હી એઈમ્સએ ૮ એપ્રિલથી કામી ધોરણે ઓપીડી બંધ કરી દીધી છે. એટલે કે દર્દીઓ હવે સીધા ચેકઅપ માટે પહોંચી શકશે નહીં. ઉત્તરાખંડની દેહરાદૂનની દૂન સ્કૂલના ૭ વિદ્યાર્થી અને પ શિક્ષકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને ક્વોન્ટિન કરવામાં આવ્યા છે. ગુજરાતના ર૦ શહેરોમાં બુધવારથી નાઈટ કર્ફયુ લાગુ કરવામાં આવ્યો છે. આ દરમિયાન બજારો રાત્રે ૮ થી સવારના ૮ વાગ્યા સુધી બંધ રહેશે. બિનજરૃરી કામથી બહાર નીકળવા પર પ્રતિબંધ રહેશે. લગન સમારોહમાં માત્ર ૧૦૦ લોકો જ સામેલ થઈ શકશે. સરકારી ઓફિસો પણ ૩૦ એપ્રિલ સુધી બંધ રહેશે.

ઝારખંડમાં પણ ૮ થી ૩૦ એપ્રિલ સુધી બધી દુકાન, ક્લબ અને રેસ્ટોરા રાત્રે ૮ વાગ્યા પછી ખૂલશે નહીં. આ સમયગાળા દરમિયાન હોમ ડિલિવરીને મુક્તિ મળશે. ધોરણ ૧૦ અને ૧ર ના ક્લાસીસ ઓફલાઈન ચાલુ રહેશે. બાકીના વર્ગો ઓનલાઈન અભ્યાસ કરવામાં આવશે. પ થી વધુ લોકોને એકઠા કરવા પર પ્રતિબંધ છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને માગ કરી છે કે આ વેક્સિન ૧૮ વર્ષથી વધુ ઉંમરના લોકોલને આપવામાં આવે. છત્તીસગઢ વિધાનસભા સચિવાલયમાં ૭ અધિકારી-કર્મચારીઓને સંક્રમણ લાગ્યું છે. જેના કારણે ૧૧ એપ્રિલ સુધી સચિવાલય બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં વધતા કોરોનાના કેસો વચ્ચે ગુજરાત હાઈકોર્ટે ટિપ્પણી કરી છે કે રાજ્યમાં લોકડાઉનની જરૃર છે અને આ અંગે હેલી તકે નિર્ણયલેવો જોઈએ. કોર્ટ દ્વારા જલદીથી રાજ્ય સરકારને વીકેન્ડ કર્ફયુ અંગે નિર્ણય લેવા નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજ્યોની પરિસ્થિતિ

મહારાષ્ટ્રમાં મંગળવારે પપ,૪૬૯ નવા કેસ નોંધાયા હતાં. ૩૪,રપ૬ દર્દી સાજા થયા અને ર૯૭ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. રાજ્યમાં અત્યાર સુધીમાં ૩૧.૧૩ લાખ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી રપ.૮૩ લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે પ૬,૩૩૦ લોકોના મોત થયા છે. હાલમાં લગભગ ૪.૭ર લાખ લોકો સારવાર હેઠળ છે. દિલ્હીમાં મંગળવારે પ,૧૦૦ નવા કેસ આવ્યા હતાં. ર,૩૪૦ દર્દી સાજા થયા અને ૧૭ ના મોત નિપજ્યા. આ મહામારીથી અત્યાર સુધીમાં ૬.૭૯ લાખ લોકો અસરગ્રસ્ત થયા છે. ૬.પ૪ લાખ લોકો સાજા થયા છે અને ૧૧,૦૯૬ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલ ૧૪,પ૭૯ લોકોની સારવાર ચાલી રહી છે. મધ્યપ્રદેશમાં મંગળવારે ૩,૭રર નવા દર્દી મળી આવ્યા હતાં. ર,ર૦૩ લોકો સાજા થયા, જ્યારે ૧૮ લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અતયાર સુધીમાં ૩.૧૩ લાખ લોકો સંક્રમિત થયા છે. તેમાંથી ર.૮પ લાખ લોકો સાજા થયા છે, જ્યારે ૪,૦૭૩ લકો મૃતયુ પામ્યા છે. હાલમાં ર૪,૧પપ લોકો સારવાર લઈ રહ્યા છે.

પંજાબમાં મંગળવારે ર,૯ર૪ નવા દર્દી મળી આવ્યા હતાં. ર,૩પ૦ સાજા થયા, જ્યારે ૬ર મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં ર.પ૭ લાખ લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. તેમાંથી ર.ર૩ લાખ લોકો સાજા થયા છે, જ્યારે ૭,ર૧૬ લોકો મૃત્યુ પામ્યા છે. હાલમાં રપ,૯૧૩ લોકોની સારવાર ચાલી રહી છે.

રાજસ્થાનમાં મંગળવારે ર,ર૩૬ લોકો પોઝિટિવ મળી આવ્યા હતાં. ૮૧ દર્દી સાજા થયા અને ૧૩ લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અતયાર સુધીમાં લગભગ ૩.૪૩ લાખ દર્દી સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. તેમાંથી ૩.ર૪ લાખ સ્વસ્થ થયા છે, જ્યારે ર,૮પ૪ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં ૧૬,૧૪૦ દર્દી સારવાર લઈ રહ્યા છે.

close
Ank Bandh 29 March
close
PPE Kit