| | |

ખંભાળિયાઃ સુરક્ષા સેતુ સોસા.ની ગરબીમાં માનવ મહેરામણ ઉમટ્યો

ખંભાળિયા તા. ૯ઃ ખંભાળિયા શહેરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા એલ.સી.પી., પી.આઈ., એમ.ડી. ચંદ્રાવાડિયા તથા સ્ટાફ દ્વારા સમગ્ર શહેરમાં સૌથી વ્યવસ્થિત એવી ગરબીનું ભવ્ય આયોજન થયું હતું. જેમાં રવિવારે એટલા ખેલૈયા ઉમટ્યા હતાં કે સમગ્ર ગ્રાઉન્ડ હાઉસફૂલ થઈ ગયું હતું.

પોલીસ દ્વારા ઓરકેસ્ટ્રા સાથે વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. પાસ સિસ્ટમ, વિનામૂલ્યે રમવા-જોવાની વ્યવસ્થા તથા શહેરની એકમાત્ર વિશાળ ગરબી પૂર્ણ સલામતિ વ્યવસ્થા સાથે યોજાતી હોય, માતા-પિતા તેમના સંતાનો સાથે આ ગરબીમાં ઉમટ્યા હતાં. બેસ્ટ ખેલૈયાઓને ઈનામો પણ આપ્યા હતાં.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit