જામનગરનો બે દાયકાથી વધુ જૂનો વિક્ટોરીયાપુલ ખખડધજઃ ગંભીર દુર્ઘટના નોતરશે...

વર્ષ-૧૯૯૭ના મે મહિનામાં તત્કાલિન મુખ્યમંત્રી કેશુબાપાના હસ્તે ખુલ્લો મુકાયો હતોઃ

જામનગર-રાજકોટ રોડ પર આવેલા નેતાજી સુભાષચંદ્ર બ્રીજ (વિક્ટોરીયા પુલ)ની હાલત દિવસે-દિવસે જર્જરીત થતી જાય છે. આ બ્રીજ વર્ષ ૧૯૯૭માં મે મહિનામાં તત્કાલિન મુખ્યમંત્રી કેશુબાપાના હસ્તે જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવેલ હતો. આ બ્રીજની બન્ને સાઈડમાં નાખવામાં આવેલી સિમેન્ટની પાપડી પણ ઘણી જગ્યાએ તુટી ગયેલ હાલતમાં છે.  ઘણી બધી પાપડીઓતો કોઈ ઉપાડીને લઈ પણ ગયેલ હોય તેવું લાગી રહ્યું છે.  વિક્ટોરીયા બ્રીજના છેડે રોડની વચ્ચે ખાડો પડી ગયેલ છે. આ ખાડાનું તાત્કાલીક અસરથી રીપેરીંગ કામ થાય નહીં તો ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય શકે તેવું છે. જામનગર-રાજકોટ જવા માટે નો આ મુખ્ય માર્ગ છે આ માર્ગ પર થી બસ-ખટારા જેવા મોટા મોટા વાહનો પણ અહીંથી પસાર થાય છે. ભવિષ્યમાં આ નાનો ખાડો કોઈ મોટી દુર્ઘટના નોતરે એ પહેલાં મહાનગરપાલિકા હસ્તકના આ બ્રીજનું સમારકામ વહેલી તકે કરવામાં આવે તો ગંભીર દુર્ઘટના ટળી શકશે. આ બ્રીજની બન્ને સાઈડોમાં નાખવામાં આવેલી સિમેન્ટની પાપડીઓ પણ તાકીદે તુટેલી છે તે પણ રીપેરીંગ કામ થાય અને અથવા નવી સીમેન્ટની પાટો નાખવામાં આવે, આ પુલ પર રાત્રીના ગરમીના સમયે નગરજનો બન્ને સાઈડમાં બેઠા પણ હોય છે, ત્યારે લોકોમાં એવી માંગણી ઉઠવા પામી છે કે આ પુલનું રીપેરીંગ જલદી થી થાય તેવી લોક માંગણી પણ ઉઠવા પામી છે. (તસ્વીરઃ નિર્મલ કારિયા)

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit