Advertisement
Author: નોબત સમાચાર

નકલી ચલણી નોટના કેસમાં આરોપીની જામીન અરજી રદ્દ

ઈન્સ્ટાગ્રામમાં મૂકી હતી રીલઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: મેઘપર પોલીસે નકલી ચલણી નોટ અંગે ગુન્હો નોંધ્યા પછી આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાંથી એક આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી નકારી કાઢવામાં આવી છે.

મેઘપર પોલીસે નકલી ચલણી નોટ સાથે આરોપીની ધરપકડ કર્યા પછી હાથ ધરેલી તપાસમાં બુલેસ ઉર્ફે બાબુલેસ મહાવીરપ્રસાદ ગુર્જર નામના શખ્સે ઈન્સ્ટાગ્રામમાં મૂકેલી રીલના આધારે રૂ।.રપ હજારની સામે રૂ।.૭૦ હજારની નકલી ચલણી નોટ આપવાનું પ્રલોભન આપ્યા પછી નકલી નોટ સલીમ કાથટ નામના શખ્સને નકલી નોટ અપાયાનું ખૂલ્યું હતું.

આ ગુન્હામાં પોલીસે બુલેસ મહાવીરપ્રસાદ સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી. આ આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી ડીજીપી ડી.એ. જીવરાજાણીની દલીલોને ગ્રાહ્ય રાખી અદાલતે નકારી કાઢી છે.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh