દ્વારકામાં અટવાયેલા બિહારના યાત્રિકોને સનાતન સેવા મંડળ અને કાનદાસ બાપુના આશ્રમમાં અપાયો આશ્રય

દ્વારકા તા. રપઃ દ્વારકામાં  અટવાયેલા સંખ્યાબંધ યાત્રિકોને દ્વારકાની બે સંસ્થાઓમાં આશ્રય અપાયો છે. બિહારથી આવેલા ૯પ યાત્રિકોને પણ સનાતન સેવામંડળમાં રખાયા છે.

દ્વારકાની યાત્રાએ તા. ર૦ આસપાસ આવેલા બિહારના નાલન્દા જિલ્લા સહિતના કુલ ૯પ યાત્રિકો દ્વારકાધીશજીના દર્શનાર્થે આવ્યા હતાં. જેઓ ટ્રેન રદ્દ થઈ જતા અટકી પડ્યા છે. આ યાત્રિકોને સનાતન સેવા મંડળના અધ્યક્ષ સ્વામી કેશવાનંદજીએ આશરો આપીને તેમના રહેવા તથા ભોજન અને ચા-નાસ્તા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. એક સાથે આ રીતે ૯પ બિહારીઓનો જન સમુદાય દ્વારકા હવે ર૧ દિવસ સુધી રોકાણ કરશે. અત્રે એ નોંધનીય છે કે, સ્વામી કેશવાનંદજી પણ મૂળ બિહારના વતની હોય, યાત્રિકોની ભાષા તથા રહેવાની વ્યવસ્થા તથા ભોજનની જાણકારી હોય, યાત્રિકોને વધુ સારી રીતે વ્યવસ્થા જાળવી શકેલ છે. દ્વારકાધીશજીના દર્શને આવેલા સંખ્યાબંધ યાત્રિકોને દ્વારકાના પી.આઈ. વિશાલ વાગડીયાની મદદથી સનાતન સેવા મંડળ તથા કાનદાસ બાપુ આશ્રમમાં સુવ્યવસ્થા સાથે ભોજન તથા તમામ સેવાઓના સહકાર સાથે રાખવામાં આવ્યાં છે. રાજસ્થાન, તેલંગણા, દિલ્હી, મધ્યપ્રદેશ, કર્ણાટક સહિતના રાજ્યોમાંથી આવેલા યાત્રિકો ટ્રેન અને ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા લોકડાઉનના કારણે બંધ પડી જતા આ યાત્રિકો દ્વારકામાં અટકી પડ્યા છે.

તેલંગણાના પ્રજ્ઞાચક્ષુ મલિકા અર્જુન નામના ગ્રેજ્યુએટ યાત્રિક પોલીસની પ્રશંસા કરતા કહ્યું હતું કે, થાણાના અધિકારી વાગડીયા તથા સ્ટાફની મદદથી તેમને દરેક પ્રકારની સહાય મળી છે, અને દ્વારકાવાસીઓની પણ તેઓને મદદ મળી છે તથા દ્વારકાની જનતાનો પણ આભાર માન્યો હતો.

યાત્રિકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ર૧ દિવસના લોકડાઉનને દ્વારકામાં જ રહીને અનુસરશે તેવી ખાત્રી આપી હતી.

close
Nobat Subscription