૨૪ વર્ષીય પરિણીતાએ માઠું લાગતા ચુંદડી વડે પંખાના હુકમાં ખાધો ગળાફાંસો

જામનગર તા. ૧૭ઃ જામનગરના હા૫ા પાસેના યોગેશ્વરધામમાં રહેતા એક પરિણીતાને ફોન કરી માવતરે યોજાયેલા જમણવારમાંથી બોલાવી લેવામાં આવતા માઠું લાગી આવવાના કારણે આ પરિણીતાએ ગળાફાંસો ખાઈ જીવાદોરી ટુંકાવી લીધી છે. પોલીસે તેણીના ભાઈનું નિવેદન નોંધ્યું છે.

જામનગર નજીકના હાપા પાસે આવેલી યોગેશ્વરધામ સોસાયટીમાં રહેતા નિલમબેન શૈલેષભાઈ ઢોકીયા (ઉ.વ. ૨૪) નામના પરિણીતા શનિવારે પોતાના પિયરપક્ષમાં યોજાયેલા એક શુભપ્રસંગમાં જમણવારના કાર્યક્રમમાં ગયા હતાં. જ્યાંથી તેઓને તાત્કાલીક પરત આવી જવા માટે સાસરીયેથી ફોન કરવામાં આવતા નિલમબેન જમણવારમાંથી પરત ફરી ગયા હતાં.

ત્યારપછી પોતાને આવી રીતે બોલાવી લેવામાં આવતા નિલમબેનને માઠુ લાગી આવ્યું હતું. આ પરિણીતાએ શનિવારે રાત્રે બારેક વાગ્યે પોતાના ઓરડામાં સૂવા ગયા પછી રાત્રિના પોણા બે વાગ્યા દરમ્યાન પોતાની જાતે ચુંદડી વડે પંખાના હુકમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. જેની પરિવારને જાણ થતા ૧૦૮ને કોલ કરવામાં આવ્યો હતો. દોડી ગયેલા એમ્બ્યુલન્સના સ્ટાફે તે મહિલાને નીચે ઉતારી ચકાસતા તેણી મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતાં.

ઉપરોક્ત બાબતથી પોલીસને વાકેફ કરાતા પંચકોશી એ ડિવિઝનના એએસઆઈ એ.બી. સપીયા દોડી ગયા હતાં. તેઓએ મૃતદેહને પીએમમાં ખસેડી રણજીતનગરમાં રહેતા અને કેટરીંગનો વ્યવસાય કરતા મૃતકના ભાઈ કેતનભાઈ ભાલારાનું નિવેદન નોંધ્યું છે.

close
Nobat Subscription