Advertisement
Author: નોબત સમાચાર

ચોટીલાથી રાજકોટ જતી એમ્બ્યુલન્સ ધડાકાભેર ટ્રક સાથે અથડાઈઃ ત્રણ વ્યક્તિના થયા મૃત્યુ

ડ્રાઈવર તથા દર્દીના બે સગાનું મોત થતા અરેરાટીઃ

ચોટીલા તા. ર૬ઃ ચોટીલા નજીક અકસ્માતમાં ૩ ના મોત થયા છે. જેમાં એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો છે તેમાં એમ્બ્યુલન્સ ચાલક, દર્દીના બે સંબંધીનું મોત થયું છે. અકસ્માતગ્રસ્ત એમ્બ્યુલન્સ રાજકોટ આવી રહી હતી તથા મૃતદેહ રાજકોટ સિવિલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે.

રાજકોટ-અમદાવાદ હાઈ-વે ઉપર ચોટીલા નજીક દુર્ઘટના સર્જાતા ૩ વ્યક્તિના મોત થયા છે.

આપા ગીગાના ઓટલા પાસે એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં એમ્બ્યુલન્સ ચાલક ચોટીલાના વિજય બાવળિયા, દર્દીના સગા રાજપરના પાયલ મકવાણા તેમજ પાયલના માસી ગીતાબેન મિયાત્રાનું મોત થયું છે. જેમાં અકસ્માતગ્રસ્ત એમ્બ્યુલન્સ રાજકોટ આવી રહી હતી તેમજ મૃતકોને રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા છે.

ચોટીલા તાલુકાના રાજપરા ગામે રહેતા કાજલબેન હરેશભાઈ મકવાણા (ઉ.વ. ૩પ), ચોટીલા રેફરલ હોસ્પિટલે તેમની ૧૮ વર્ષિય દીકરી તથા દીકરા સાથે સારવાર લેવા આવ્યા હતાં ત્યારે તેમના રાજકોટ રહેતા બહેન તથા બનેવીને પણ ચોટીલા બોલાવ્યા હતાં. ચોટીલા રેફરલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીને વધારે તકલીફ થતી હોવાથી ડોક્ટરે રાજકોટ હોસ્પિટલ લઈ જવા જણાવ્યું હતું. આ સમયે સરકારી એમ્બ્યુલન્સ રાજકોટ વર્ધી લઈને ગઈ હોવાથી ખાનગી એમ્બ્યુલન્સમાં દર્દીને લઈ જવામાં આવી રહ્યા હતાં જેમાં દર્દી કાજલબેન હરેશભાઈ મકવાણા (ઉ.વ. આશરે ૩પ) રહે. રાજપરા) અને સાથે તેમની દીકરી પાયલ હરેશભાઈ મકવાણા (ઉ.વ. ૧૮ રહે. રાજપરા) અને તેમના મોટાબેન અને બનેવી તથા પુત્ર સાથે ખાનગી એમ્બ્યુલન્સમાં રાજકોટ જવા નીકળ્યા હતાં. આ દરમિયાન ચોટીલાથી રાજકોટ તરફ આપાગીગાના ઓટલા નજીક એમ્બ્યુલન્સ ટ્રક સાથે ધડાકોર અથડાઈ હતી. આ ઘટનાથી અરેરાટી વ્યાપી જવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh