| | |

જામનગર નજીક ર.૩ ની તિવ્રતાનો ભૂકંપ અનુભવાયોઃ એ.પી. સેન્ટર ર૩ કિ.મી. દૂર

જામનગર તા. રઃ જામનગર જિલ્લામાં સમયાંતરે ભૂકંપના હળવા આંચકા અનુભવાઈ રહ્યા છે. ગઈકાલે પણ ભૂકંપનો હળવો એક આંચકો આવ્યો હતો.

ગત્ ચોમાસા દરમિયાન જામનગરમાં સારો વરસાદ વરસ્યા પછી લાલપુર, કાલાવડ પંથકમાં સમયાંતરે ધરતીની ધ્રુજારી અનુભવાઈ રહી છે. ગઈકાલે એટલે કે રવિવારે સવારે પ.૩ર કલાકે પણ જામનગરથી ર૩ કિ.મી. દૂર નોંધાયેલા એ.પી. સેન્ટરમાં ર.૩ ની તિવ્રતાનો ભૂંકપનો આંચકો આવ્યો હતો. કાલાવડ માર્ગના મતવા, સરાપાદર સહિતના ગામના લોકોએ આ ભૂકંપી આંચકો અનુભવાયો હતો, જો કે આંચકાની  તિવ્રતા ઓછી હોવાથી કોઈ નુક્સાન થયું ન હતું.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit