Advertisement
Author: નોબત સમાચાર

રૂ।.૫ લાખના ચેક પરતના કેસમાં દોઢ વર્ષની કેદની સજા

રૂ।.સાડા છ લાખનો દંડ ફટકારાયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: જામનગરની એક પેઢી પાસેથી પુનાની પેઢીના સંચાલકે ઉધાર સામાન ખરીદી તેની ચૂકવણી માટે રૂ।.પ લાખનો ચેક આપ્યો હતો. તે ચેક પરત ફર્યાનો કેસ ચાલી જતાં અદાલતે દોઢ વર્ષની કેદ અને ૩૦ ટકા વધુ ગણી દંડ ચૂકવવા હુકમ કર્યાે છે.

જામનગરમાં ડી-માર્ક બાથ ફીટીંગ્સ નામની પેઢી ચલાવતા કિરણબેન સુભાષભાઈ બોરડીયા પાસેથી પુનાની મુફદલ ટ્રેડીંગ કંપની દ્વારા સેનેટરી બાથ ફીટીંગનો સામાન મંગાવ્યો હતો. જેના રૂ।.૧૧,૮૦,૧૮૬ બાકી હતા. તેમાંથી રૂ।.પ લાખનો કિરણબેનને ચેક આપવામાં આવ્યો હતો.

તે ચેક બેંકમાં રજૂ કરાતા પરત ફર્યાે હતો. આથી પુનાની પેઢીના અસગરઅલી ઈનાયતઅલી ભારમલ સામે જામનગર કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી અસગરઅલીને દોઢ વર્ષની કેદ તથા ચેકની રકમના ૩૦ ટકા વધુ ગણી રૂ।.સાડા છ લાખ ૬૦ દિવસમાં ચૂકવી આપવા આદેશ કર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો વધુ ત્રણ મહિનાની કેદનો આદેશ કરાયો છે. ફરિયાદી તરફથી વકીલ નિતલ ધ્રુવ, ડેનિશા ધ્રુવ, પૂજા ધ્રુવ, આશિષ ફટાણીયા, ડી.એમ. જોષી, અલ્ફાઝ મુંદ્રા, અશ્વિન સોનગરા, પ્રિતેશ ભટ્ટ રોકાયા હતા.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh