કાંટા-તોલા ઓનલાઈન રીન્યુ કરવાના નિયમ સામે વેપારી આલમ લાલઘૂમ

જામનગર તા. ૧૪ઃ તાજેતરમાં તોલમાપ વિભાગ દ્વારા વેપારીઓને તેમના કાંટા-તોલા ઓનલાઈન પ્રણાલી મુજબ જ રિન્યુઅલ ફી ભરવાનો નિયમ અમલમાં મૂકવામાં આવ્યોછે.

આ નિયમનો સમગ્ર વેપારી આલમમાં ઉગ્ર વિરોધ ઉઠવા પામ્યો છે. જામનગરમાં રીટેઈલ વેપારી મહામંડળના પ્રમુખ શશીકાંત મશરૃના જણાવ્યા પ્રમાણે મેન્યુઅલ તથા ઈલેક્ટ્રોનિક કાંટાનો ઉપયોગ વેપારીઓ કરે છે. આ કાંટા-તોલાનું ઓનલાઈન રીન્યુઅલ કરવા માટે મોટા ભાગના  વેપારીઓ પાસે કોમ્પ્યુટર નથી, ઓનલાઈન બેકીંગ સીસ્ટમ નથી, સીસ્ટમ ઓપરેટ કરતા આવડતું નથી, વગેરે કારણોસર વેપારીઓ માટે ઓનલાઈન રીન્યુ કરવાની પ્રક્રીયા કઠીન બની રહી છે તેથી જો સમયસર રીન્યુ ન થાય તો દંડ ભોગવવો પડે તેવી સ્થિતિ છે. જે વેપારીઓ પાસે સાધન-સુવિધા, આવડત છે તે ભલે રીન્યુ, રજિસ્ટ્રેશન ઓનલાઈન કરાવે, પણ બાકીના વેપારીઓ મેન્યુઅલ સીસ્ટમથી રીન્યુ કરાવી શકે તે જુની પ્રણાલી પણ ચાલુ રાખવાની જરૃર છે. મેન્યુઅલ સીસ્ટમથી રીન્યુ કરવાની પ્રક્રિયા ચાલુ રાખવા રીટેઈલ વેપારી મહામંડળે રાજ્ય સરકારમાં સંબંધિત વિભાગમાં રજુઆત કરી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit