ખંભાળિયા નગરપાલિકામાં સોળે કળાએ ખીલ્યું કમળઃ કોંગ્રેસનો કારમો રકાસ

ખંભાળીયા તા. ૩ઃ ખંભાળીયા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ ૨૮ બેઠકોમાંથી ૨૬ બેઠકો પર ઐતિહાસિક વિજય મેળવ્યો છે. નગરપાલિકામાં 'કમળ' સોળે કળાએ ખીલ્યું છે અને કોંગ્રેસને માત્ર એક જ બેઠક મળતા કારમો રકાસ થયો છે.  ખંભાળિયા નગર પાલિકામાં વોર્ડ નં.૨,૩,૫,૬ અને ૭માં ભાજપની પેનલના ઉમેદવારોનો વિજય થયો હતો. ત્યારે વોર્ડ નં. ૧માં કોંગીને એક બેઠક અને વોર્ડ નં. ૪ માં બસપાના મહિલા ઉમેદવાર વિજેતા થતાં આ બે વોર્ડમાં ભાજપની પેનલ તૂટી હતી. વોર્ડ નં. ૭માં ન.પા.ના ઈતિહાસમાં ભાજપની આખી પેનલનો પ્રથમ વખત વિજય થયો છે. જયારે વોર્ડ નં. ૫માં વ્યંઢળ ઉમેદવારોની પેનલનો પરાજય થયો હતો.

close
Ank Bandh 29 March
close
PPE Kit