Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારે વાહનો તથા ખાનગી બસો માટે
ખંભાળીયા તા. ૨: જન્માષ્ટમીના તહેવાર દરમ્યાન ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ નસ કલમ ૩૩(૧)(ખ) હેઠળ તેમને મળેલ સત્તાની રૂએ તા. ૭-૯-૨૬ રાત્રિના ૨૦:૦૦ કલાક સુધી સુદર્શન સેતુના ઓખા તરફ આવેલા છેડેથી શ્રી દ્વારકાધીશ મંદિર બેટ સુધી ભારે વાહન, ટ્રક તથા ખાનગી બસોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા પોલીસ અધિક્ષક, દેવભૂમિ દ્વારકાની કચેરી દ્વારા પરવાનગી અપાયેલ વાહનો તથા કાયદો વ્યવસ્થાની જાળવણીની કામગીરી સાથે સંકળાયેલ સરકારી વાહનોને આ જાહેરનામું લાગુ પડશે નહીં. આ આદેશનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial