બાંગ્લાદેશમાં ટ્રેનોની ટક્કરઃ ૧પ લોકો મોતને ભેટ્યાઃ ૧૦૦ થી વધુ ઘાયલ

ઢાકા તા. ૧રઃ બાંગ્લાદેશના બ્રાહ્મણબરિયા જિલ્લામાં મુસાફરોથી ભરેલી બે ટ્રેન ટકરાતા ૧પ લોકોના મૃત્યુ થયા છે, અને ૧૦૦ થી વધુ ઘાયલ થયા છે, જેને સારવાર માટે ખસેડાયા છે.

બાંગ્લાદેશના બ્રાહ્મણબરિયા જિલ્લામાં સોમવારે મોડી રાતે બે મુસાફર ભરેલી ટ્રેન સામસામે અથડાતા ૧પ લોકો મોતને ભેટ્યા હતાં, જ્યારે અન્ય ઘાયલ થયા હતાં. પોલીસે જણાવ્યું કે, ઘટના સ્થાનિક સમય પ્રમાણે રાતે બે વાગ્યે બની હતી, જ્યારે ઉદયન એક્સપ્રેસ પ્લેટફોર્મ તરફ આગળ વધી રહી હતી ત્યારે તે એક અન્ય ટ્રેન સાથે અથડાઈ હતી, જેમાં બે કોચને ખરાબ રીતે નુક્સાન થયું હતું. જિલ્લા પોલીસ પ્રમુખે દૂર્ઘટનામાં મૃતકોની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ઘટનામાં ઘણા યાત્રિઓની સ્થિતિ ગંભીર બની છે, જેનાથી મૃતકોની સંખ્યા વધી શકે છે. હાલ બચાવ કામગીરી ચાલું છે. ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, જેની તપાસ હાલ કરાઈ રહી છે. સ્થાનિક સરકારના પ્રશાસક હયાત ઉદ દૌલાએ જણાવ્યું કે આ ઘટનામાં ૪૦ લોકો ઘાયલ થયા છે. જેમને હોસ્પિટલમાં ભરતી કરાવાયા છે. સાથે જ બાંગ્લાદેશ ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે તેમાં અંદાજે ૧૦૦ લોકો ઘાયલ થયા છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit