નીતિશ સરકારનું લોલંલોલ... તપાસ પછી મૃતાંકમાં બહાર આવ્યો ૩૯પ૧ નો તફાવત!

પટણા હાઈકોર્ટે કાઢી હતી ઝાટકણીઃ સરકારે નિમેલી સમિતિ દ્વારા જ સત્ય ઉજાગર!

પટણા તા. ૧૦ઃ પટણા હાઈકોર્ટે બિહાર સરકારના તંત્રોની ઝાટકણી કાઢી હતી. તે પછી નીતિશકુમારની સરકારે જ નિમેલી સમિતિમાં ૩૯પ૧ નો મૃતાંકમાં તફાવત બહાર આવ્યો છે, અને સત્ય જાહેર થયું છે.

કોરોનાની બીજી લહેર દરમિયાન બિહારમાં થયેલા મૃત્યુ અને તેની સાચી સંખ્યા અંગે સતત સવાલ કરવામાં આવી રહ્યા છે અને ખુદ પટણા હાઈકોર્ટ દ્વારા સરકારની આકરી ઝાટકણી કાઢવામાં આવી ચૂકી છે. આંકડાઓમાં મોટું અંતર રહી જવાને કારણે હાઈકોર્ટ દ્વારા બિહાર સરકારની ટીકા કરવામાં આવી હતી. હવે ખુદ સરકારે મોતના આંકડા છૂપાવવામાં આવ્યા હતાં તેવો પરોક્ષ સ્વીકાર કરી લીધો છે અને સરકાર દ્વારા સત્તાવાર રીતે એમ જાહેર કરવામાં આવ્યું છે કે, બિહારમાં કોરોના વાઈરસથી અત્યાર સુધીમાં પ૪ર૪ નહીં બલ્કે ૯૩૭પ દર્દીઓના મૃત્યુ થયા છે, એટલે કે ૩૯પ૧ નો તફાવત છે.

બિહારના આરોગ્ય સચિવ દ્વારા પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી અને તેમાં સાચા આંકડા જાહેર કરવામાં આવ્યા હતાં. તેમણે મીડિયાને કહ્યું કે, ગત્ ૧૮ મી મે રાજ્ય સરકારે કોરોના વાઈરસમાં થયેલા મૃત્યુના આંકડાની તપાસ કરવાનો આદેશ આપી દીધો હતો. તેમણે એવી કબુલાત કરી હતી કે બિહારમાં અત્યાર સુધી થયેલા મૃત્યુની ગણતરીમાં લાપરવાહી રાખવામાં આવી હતી અને તપાસ કરવા માટે ટીમની રચના કરવામાં આવી હતી અને ત્યારપછી આ સત્ય બહાર આવ્યું હતું.

બન્ને ટીમોના તપાસના અહેવાલમાં સ્થાનિક વહીવટી તંત્રની લાપરવાહી બહાર આવી છે. હવે એવી શંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે, બિહારમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના કુલ કેસમાં પણ ગોલમાલ કરાઈ હશે અને તેમાં પણ કદાચ ખરા આંકડા છૂપાવવામાં આવ્યા હશે.

વિરોધ પક્ષ દ્વારા બિહાર સરકારની આકરી આલોચના કરવામાં આવી રહી છે અને નીતિશ સરકાર કોરોના વાઈરસની સામે સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી છે તેવા આક્ષેપો સામે સાચી હકીકત પણ ઉજાગર કરવામાં આવી રહી છે.



અન્ય સમાચારો

close
Ank Bandh 29 March
close
PPE Kit