દ્વારકા જીલ્લામાં વિસ્તારવાઈઝ દુકાનો ખૂલ્લી રાખવાનું આયોજન

દ્વારકા તા. રપઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જીવન જરૃરી ચીજો અનાજ, દૂધ તથા શાકભાજી વિગેરે વસ્તુઓ માટે લોકોની ભીડ થાય તથા પુરતું અને સમયસર મળે તે મટો જિલ્લા કલેક્ટર ડો. નરેન્દ્રકુમાર મીના દ્વારા ખાસ આયોજન કરાયું છે.

દુકાનો પર લોકો કુંડાળામાં એક મીટર દૂર રહે તથા દુકાનદારો જરૃર પડ્યે હોમ ડિલિવરી કરે તે માટે પણ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવા માટે આજે જિલ્લાભરમાં પાલિકાના અધિકારીઓની મિટિંગ ગોઠવાઈ છે. સવારે અને બપોરે, સાંજે દુકાનો ખૂલ્લી રહે તે માટે પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

ચેકીગ ટૂકડીઓ

વડાપ્રધાનના ર૧ દિવસના દેશવ્યાપી લોકડાઉનના પગલે અનાજ કરીયાણા તથા શાકભાજીની દુકાનોમાં લોકો ઉમટી પડ્યા હતાં. ક્યાંક કાળાબજાર પણ થવા લાગતા આ બાબત તંત્રના ધ્યાનમાં આવતા જિલ્લા કલેક્ટર દ્વારા ચેકીંગ ટૂકડીઓ બનાવીને ચેકીંગ કરી જવાબદાર દુકાનદારો સામે પગલાનું આયોજન પણ કર્યુ છે.

close
Nobat Subscription