Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરોગ્ય વિષયક વર્કશોપ યોજાયોઃ સરકારી યોજનાઓ વર્ણવાઈ

સરકારી અને ખાનગી તબીબોને માર્ગદર્શન

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૫: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરોગ્ય વિષયક વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપમાં તબીબોને આયુષ્માન ભારત ડીજીટલ મિશન, ઁઝ્રઁદ્ગડ્ઢ્ એકટ-૧૯૯૪ તેમજ પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંગે માર્ગદર્શન અપાયું હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં સેવા આપતા તબીબોને આયુષ્માન ભારત ડીજીટલ મિશન, ઁઝ્રઁદ્ગડ્ઢ્ એકટ-૧૯૯૪ તેમજ પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત કરવાની થતી કામગીરી અંગે માર્ગદર્શન મળી રહે તે માટે  જિલ્લા કક્ષાએ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

આયુષ્માન ભારત ડીજીટલ મિશન અંતર્ગત રાજ્ય કક્ષાએથી ઉપસ્થિત રહેલ ટીમના ડો.મેહુલ પટેલ દ્વારા હોસ્પિટલોએ કરવાની થતી કામગીરી, દર્દીની સારવારના રેકર્ડ ડિજિટલ રીતે નિભાવવા બાબતે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવેલ હતું.    

પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત સ્ત્રી રોગ નિષ્ણાતોએ આપવાની થતી તબીબી સેવાઓ બાબતે જિલ્લા આર.સી.એચ.અધિકારી ડો.બી.બી.કરમટા દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તેમજ ક્ષય રોગના દર્દીઓની સારવાર અને તેના રીપોર્ટિંગ બાબતે પણ જિલ્લા ક્ષય અધિકારી ડો.વી.એસ.ધ્રુવે દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું  હતું.

ઁઝ્રઁદ્ગડ્ઢ્ એકટ હેઠળ નોંધાયેલ હોસ્પિટલોમાં એક્ટના ક્ષતિરહિત અમલીકરણ થાય તે માટે જિલ્લા ક્વોલિટી એસ્યોરન્સ મેડિકલ ઓફિસર ડો. પી.જે.ચાંડેગ્રા દ્વારા હોસ્પિટલમાં નિભાવવાના થતા રેકર્ડ, માસિક રીપોર્ટિંગ, નિયત સમય મર્યાદામાં રજીસ્ટ્રેશન રીન્યુઅલ કરાવવા તેમજ ક્ષતિરહિત ફોર્મ-એફ ભરવા બાબતે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવેલ હતુ. તદ્ઉપરાંત જિલ્લાના જાતિ પ્રમાણદર બાબતે પણ સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા.

જિલ્લામાં આરોગ્ય વિષયક સેવાઓ પુરી પડતી તમામ સંસ્થા/ક્લિનિક /હોસ્પિટલોમાં ગુજરાત ક્લિનિકલ એસ્ટેબ્લીશમેન્ટ એકટના સંપૂર્ણપણે પાલન કરવા તેમજ સરકાર દ્વારા નક્કી કરેલ ધારા ધોરણ મુજબ રેકર્ડ નિભાવવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સી.બી. ચોબીસા દ્વારા વિગતવાર સમજણ આપવામાં આવી હતી.

ઉકત વર્કશોપમાં જિલ્લા એડવાઈઝરી કમિટીના સભ્યો, આઈ.એમ.એ. પ્રમુખ ડો.હમીર કાંબરીયા, તાલુકા કક્ષાના આઈ.એમ.એ.ના હોદેદારો, જિલ્લા હોસ્પિટલના અધિક્ષક, જિલ્લા કક્ષાના આરોગ્ય અધિકારીઓ, તાલુકા હેલ્થ ઓફિસરો, સરકારી અને પ્રાઇવેટ તબીબી નિષ્ણાંતો તેમજ પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ હેઠળ નોંધાયેલ સરકારી અને પ્રાઈવેટ તબીબો ઉપસ્થિત રહેલ હતા.

પી.સી. એન્ડ પી. એન. ડી. ટી. એકટ-૧૯૯૪ અંતર્ગત નોંધાયેલ સરકારી અને ખાનગી તમામ ડોકટરોને પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ હેઠળ થયેલ જોગવાઈઓ / નિયમોના ચુસ્તપણે અમલીકરણ કરવા જિલ્લા દેવભૂમિ દ્વારકાના જિલ્લા એપ્રોપ્રિએટ ઓથોરીટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સી.બી. ચોબીસા દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh