ભ્રષ્ટાચારની ભરમાર વચ્ચે ખંભાળિયામાં બન્યો એક મજબૂત માર્ગ ૧૦૪ ઈંચ વરસાદ છતાં અડીખમઃ રેકોર્ડ

ખંભાળિયા તા. ૧૭ઃ ભ્રષ્ટાચારની ભરમાર વચ્ચે ખંભાળિયામાં રામનાથ સોસાયટીનો માર્ગ એટલો મજબૂત બન્યો છે કે ૧૦૪ ઈંચ વરસાદ છતાં તેની કાંકરી પણ નીકળી નથી.

દેવભૂમિ જિલ્લાના વડા મથક ખંભાળિયામાં પાલિકામાં થતા રસ્તાના વિકાસ કાર્યોમાં નબળું કામ તથા ભયંકર ભ્રષ્ટાચાર તથા આડેધડ થતાં વિકાસ કામો વચ્ચે ખંભાળિયામાં રામનાથ સોસાયટી રોડનું કામ સમગ્ર ખંભાળિયામાં એક માત્ર અડીખમ તથા એક કાંકરી પણ ૧૦૪ ઈંચ વરસાદમાં નથી નીકળી તે રેકોર્ડ છે.

ખંભાળિયાના આ રામનાથ સોસાયટીમાં પોર ગેઈટથી રામનાથ પુલ સુધીના રસ્તા પર જે લાખોના ખર્ચે કામ થયું તેમાં પૂર્વ ધારાસભ્ય તથા દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ કાળુભાઈ ચાવડાએ અંગત દેખરેખ રાખીને રસ્તો બનાવતા કોઈ જગ્યાએ ખાડો નથી પડ્યો, જ્યારે બાકીના તમામ રસ્તાઓ પર ખાડા છે અને કયાંક તો ડામર રોડ પરનો ડામર જ ગુમ છે, ત્યારે જો રાજકીય આગેવાનો અંગત રસ લે તો ભલે નબળું કામ અને ભ્રષ્ટાચારનો આક્ષેપ થાય પણ નેતા ધારે તો સારૃં કામ થઈ શકે તેનું આ ઉદાહરણ છે, જો કે કેટલાક લઘુમતી વોર્ડમાં પણ સદસ્યોની જાત દેખરેખથી હજુ ત્યાં પણ રસ્તાના કામો ટનાટન સ્થિતિમાં છે. ખંભાળિયા પાલિકાનો રામનાથ રોડ સૌ વાહનચાલકોનો માનીતો બન્યો છે.

close
Ank Bandh
close
PPE Kit