આનંદીબેનને મધ્યપ્રદેશના રાજ્યપાલનો ચાર્જ સોંપાયો

નવી દિલ્હી તા. ર૯ઃ મધ્યપ્રદેશના ૮પ વર્ષિય રાજ્યપાલ લાલજી ટંડન બીમાર હોવાથી તા. ૧૧ મી જૂનથી હોસ્પિટલમાં છે. લાલજી ટંડનની તબિયત બગડતા તેઓને લખનૌની હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં, અને તેઓ હાલમાં સારવાર હેઠળ હોવાથી ઉત્તપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે લાલજી ટંડનની ગેરહાજરીમાં કામકાજ સંભાળી લેવાની વધારાની જવાબદારી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોંપી છે. આ અંગે રાષ્ટ્રપતિભવન તરફથી નિવેદન જાહેર કરીને જાણકારી આપવામાં આવી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit