ધાર્મિક કટ્ટરતા-આક્રમક રાષ્ટ્રવાદ પણ મહામારીઃ હામિદ અન્સારી

પૂર્વ ઉપરાષ્ટ્રપતિના નિવેદને જગાવ્યો વિવાદઃ

નવી દિલ્હી તા. ર૧ઃ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીએ એક નિવેદનમાં આક્રમક રાષ્ટ્રવાદ અને ધાર્મિક કટ્ટરતાને મહામારી સાથે સરખાવતા વિવાદ સર્જાયો છે.

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીએ ગઈકાલે દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન કરેલા નિવેદને ચર્ચા જગાવી છે. વયોવૃદ્ધ હામિદ અન્સારીએ કોરોનાની મહામારીનો ઉલ્લેખ કરીને ધાર્મિક કટ્ટરતા અને આક્રમક રાષ્ટ્રવાદને પણ મહામારી ગણાવતા વિવાદ સર્જાયો છે.

તેમણે કહ્યું કે આજ દેશ સેવા પ્રગટ અને અપ્રગટ વિચારો તથા વિચાર ધારાઓની ખતરારૃપ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, જેમાં 'હમ ઔરવો'ની કાલ્પનિક શ્રેણીના આધારે વિભાજનના પ્રયાસો થઈ રહ્યા છે.

અંસારીએ કહ્યું કે કોરોના મહામારી પહેલા જ ધાર્મિક કટ્ટરતા અને આક્રમક રાષ્ટ્રવાદ જેવી અન્ય મહામારીઓમાં સપડાયેલો છે, જ્યારે દેશપ્રેમ વધુ સકારાત્મક અવધારણા છે. તેમણે સૈન્ય અને સાંસ્કૃતિક રક્ષણાત્મક ઢાલનો પણ ઉલ્લેખ કર્યો હતો.

શશિ થરૃરના એક નવા પુસ્તકનું ડિજિટલ વિમોચન કરતા તેમણે કહ્યું કે કોવિડ ખૂબ જ ખતરનાક મહામારી છે, પરંતુ તે પહેલા જ આપણો સમાજ બીજી બે મહામારીઓનો શિકાર બની ગયો છે.

આ કાર્યક્રમમાં ભાગ લેતા જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૃક અબ્દુલ્લાએ કહ્યું કે, વર્ષ ૧૯૪૭ માં પાકિસ્તાનમાં ચાલ્યા જવાની તક હતી, પરંતુ અમારા વડવાઓને બે રાષ્ટ્રોનો સિદ્ધાંત યોગ્ય જણાયો નહીં. તેમણે કહ્યું કે વર્તમાન સરકારની નીતિ સ્વીકાર્ય નથી.

close
Ank Bandh
close
PPE Kit