એપાર્ટમેન્ટમાં ચોકીદારના ઓરડામાં ભરબપોરે તસ્કરે કર્યો હાથફેરો

જામનગર તા. ૨૧ઃ જામનગરના સત્યમ કોલોની વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં ચોકીદારી કરતા નેપાળી યુવાનના રહેણાંક મકાનમાં ધોકાના દિવસે ભરબપોરે બારી તોડીને ઘુસેલા કોઈ તસ્કરે રૃપિયા ત્રીસ હજારની રકમ ઉઠાવી લીધી છે.

જામનગરના સત્યમ કોલોની રોડ પર આવેલા અન્ડર બ્રીજ નજીકની મનધારા રેસીડેન્સીમાં ગ્રાઉન્ડ ફલોરમાં રહેતા અને તે જ એપાર્ટમેન્ટમાં ચોકીદારી તેમજ રસોઈકામ કરતા કરણભાઈ બીરબહાદુર થાપા નામના નેપાળી યુવાન ગઈ તા. ૧૫-ધોકાના દિવસે સવારે અગિયાર વાગ્યાથી પોણા બાર વાગ્યા સુધી પોતાના ઓરડામાં ન હતાં. તે દરમ્યાન કોઈ શખ્સ બારી તોડીને અંદર પ્રવેશી ગયો હતો. તે શખ્સે કરણની ગેરહાજરીનો લાભ લઈ ખાખાખોળા કર્યા પછી તેને સુટકેશમાંથી રૃા. ૩૦ હજારની રોકડ મળી આવી હતી. ઉપરોકત રકમની ચોરી કરી તસ્કર નાસી ગયો હતો. પોણી કલાક પછી પરત આવેલા કરણે સુટકેશ ખુલ્લી પડેલી જોઈ તેને ચેક કરતા રોકડ ચોરાઈ ગયાનું જણાઈ આવ્યું હતું. આ બાબતની ગઈકાલે સિટી સી ડિવિઝનમાં ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે અજાણ્યા તસ્કર સામે આઈપીસી ૩૮૦, ૪૫૪ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

close
Ank Bandh
close
PPE Kit