જામનગર તથા લાલ૫ુરમાંથી વર્લીબાજ ઝડપાયા

જામનગર તા. ૧૦ઃ જામનગરના જૂના રેલવે સ્ટેશન પાસેથી પોલીસે વર્લીના આંકડા લેતાં એકની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે લાલપુરમાં વોટ્સએપ પર વર્લીના આંકડા લેતો એક ઝડપાયો છે અને આઠના નામ ખુલ્યા છે.

જામનગરના જૂના રેલવે સ્ટેશન પાસે ગઈકાલે સાંજે વર્લીના આંકડા લખી જુગાર રમાડતાં ભરત શાંતિલાલ ઝાલા નામના શખ્સને પોલીસે પકડી પાડી તેના કબ્જામાંથી રૃપિયા ૧૧,૭૦૦ રોકડા, વર્લીના આંકડા લખેલી સ્લીપ, બોલપેન કબ્જે કર્યા છે.

લાલપુર શહેરમાં ગઈકાલે જાહેરમાં ઉભા રહી મોબાઈલમાં વર્લીના આંકડા લખાવતાં મુકેશ ઢોલી નામના શખ્સને પોલીસે પકડી પાડયો હતો. આ શખ્સ પોતાના મોબાઈલમાં રહેલી વોટ્સએપ એપ્લીકેશન પર વર્લીના આંકડા લેતો હતો. તેના મોબાઈલમાંથી તારમામદ વલીમામદ, મોહસીન રફાઈ, અલ્તાફ સેઠા, મહમદ ઘુઘા, કારૃ ચાવાળો, ફારુક ઘુઘા, સંજય ચાવડા અને એઝાઝ હાલેપોત્રા નામના આઠ શખ્સના નામ પોલીસને મળી આવ્યા છે. તમામ સામે જુગારધારાની કલમ ૧૨(અ) હેઠળ ગુન્હો નોંધાયો છે.

લાલપુર તાલુકાના અપીયા ગામના ધર્મેન્દ્ર વિક્રમભાઈ વરૃ નામના શખ્સને પણ પોલીસે વર્લીના આંકડા લખતો પકડી પાડયો છે. તેના કબ્જામાંથી વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી અને રોકડ ઝબ્બે લેવાયા છે.



અન્ય સમાચારો

close
Ank Bandh 29 March
close
PPE Kit