સંસ્કૃતિ ફાઉન્ડેશનના સંસ્થાપક શેતલબેન શેઠ દ્વારા સેવાકાર્ય સાથે દિવાળીની અનોખી ઉજવણી

જામનગર તા. ર૦ઃ જામનગરમાં સેવાકીય પ્રવૃત્તિઓમાં કાર્યરત સંસ્કૃતિ ફાઉન્ડેશનના સંસ્થાપક શેતલબેન શેઠ તથા તેમની ટીમ દ્વારા દિવાળીના તહેવારમાં સેવાકાર્ય સાથે અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ભિક્ષાવૃત્તિ કરીને જીવન ગુજારતા ગરીબ લોકોને નવા કપડાંનું વિતરણ કરી તેમની સાથે દિવાળી પર્વની ઉજવણી કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, સંસ્કૃતિ ફાઉન્ડેશન દ્વારા બહેનો સ્વમાનભેર જીવી શકે તે માટે સ્વરોજગાર કાર્યક્રમો, રક્તદાન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ, શિયાળામાં જરૃરિયામંદોને ધાબળા વિતરણ, કુદરતી આફત સમયે ફૂડ પેકેટનું વિતરણ વિગેરે સેવાકાર્યો અવિરતપણે કરવામાં આવી રહ્યાં છે.

ભિક્ષુકોને નવા કપડા વિતરણના સેવાકાર્યમાં સંસ્કૃતિ ફાઉન્ડેશનના સ્થાપક શેતલબેન શેઠ સાથે કોર્પોરેટર જેનમબેન ખફી કોર્પોરેટર રચનાબેન નંદાણીયા, જ્યોતિબેન ભારવડીયા, અમીતાબેન રાવલ, શિતલબેન, વિશાખાબેન બુચ, શિવસેનાના પ્રમુખ દિલીપભાઈ આહિર, પાર્થભાઈ જોશી, હિરેનભાઈ વિગેરે જોડાયા હતાં.

close
Ank Bandh
close
PPE Kit