નિવૃત્ત રમતવીરોની પેન્શન યોજના હેઠળ અરજી અંગે અપાશે માર્ગદર્શન

જામનગર તા.૧૭ઃ ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા રાજયના જે રમતવીરોએ રમતગમત ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આપ્યો હોય અને જેઓ આર્થિક રીતે નિઃસહાય હોય તેવા નિવૃત્ત રમતવીરોને પેન્શન આપવાની યોજના તા.૧૪-૦૮-૧૯૮૪ ના મૂળ ઠરાવથી અમલમાં છે. જેમાં ૫૦ વર્ષથી વધુ ઉંમરના રાષ્ટ્ર કક્ષાએ વ્યક્તિગત રમતમાં ગોલ્ડ, સિલ્વર કે બ્રોન્ઝ મેડલ મેળવેલ તેવા તેમજ સાંધીક (ટીમ) રમતમાં રાજય તરફથી નેશનલ માટે મોકલવામાં આવેલ તેમના સભ્ય હોય અને રાજયની ટીમે ગોલ્ડ, સિલ્વર કે બ્રોન્ઝ મેડલ મેળવેલ તેવી વિજેતા ટીમના સભ્યને જ પેન્શન મળવાપાત્ર છે. જેમાં લાયકાત ધરાવતા રમતવીરો તા.૧૯-૧૦-૨૦૨૦ ના સુધીમાં આધારકાર્ડ, વિજેતા પ્રમાણપત્ર  અને બેંકની પાસબુકની નકલ સાથે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન-૪, રૃમ નં. ૪૨, રાજપાર્ક પાસે, જામનગરમાં કચેરી સમય દરમ્યાન રૃબરૃ ફોર્મ મેળવીને વિગતો ભરીને પરત કરવાનું રહેશે. સમય મર્યાદાબાદ અરજી માન્ય ગણાશે નહી. વધુ વિગત માટે કચેરીને ફોન નં. ૦૨૮૮-૨૫૭૧૨૦૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી જામનગરની યાદીમાં જણાવાયું છે.

close
Ank Bandh
close
PPE Kit