જામનગરના વિપ્ર વૃદ્ધ ગુમ

જામનગર તા. ૨૫ઃ જામનગરના ગાંધીનગરમાં રહેતા એક વિપ્ર વૃદ્ધ ગયા રવિવારે પોતાના ઘરેથી નીકળ્યા પછી ગુમ થઈ જતા પોલીસને જાણ કરવામાં આવી છે.

જામનગરના ગાંધીનગર વિસ્તારમાં આવેલા સાઈ નગરમાં વસવાટ કરતા અને ગાંધીનગર રેલવે સ્ટેશન પર સીંગ વહેંચવાનો છુટક વ્યવસાય કરતા જેન્તિભાઈ દયાશંકર જોશી (ઉ.વ. ૬૭) નામના વૃદ્ધ ગયા રવિવારે સવારે દસેક વાગ્યે પોતાના ઘરેથી નીકળ્યા પછી ગઈકાલ સુધી પરત નહીં ફરતા તેમના કૌટુંબિક દેવેન્દ્રભાઈ એચ. જોશીએ આ વૃદ્ધ ગુમ થયાની પોલીસમાં જાણ કરી છે.

ઉપરોક્ત તસ્વીરવાળા વૃદ્ધ પાંચેક ફૂટની ઉંચાઈ અને ઘઉંવર્ણો વાન ધરાવે છે. તેઓની સાથે ૭૪૭૮૦ ૪૫૦૮૫ નંબરનો મોબાઈલ છે. છેલ્લે તેઓએ સફેદ રંગનું પેન્ટ અને આછા વરિયાળી રંગનો શર્ટ પહેરેલો હતો. આ વૃદ્ધ અંગે કોઈને જાણકારી હોય તો તેએઓે સિટી બી ડિવિઝનના એએસઆઈ યુ.પી. પરમારનો સંપર્ક કરવો.

close
Nobat Subscription