જામનગરમાં સ્વામિનારાયણ મંદિરનો પાટોત્સવઃ જળયાત્રા

જામનગરના બેડીગેઈટ પાસે આવેલા સ્વામિનારાયણ ભગવાનના મુખ્ય મંદિરનો ગઈકાલે પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ પાટોત્સવ દરમ્યાન દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશાળ જળયાત્રા યોજાઈ હતી. સ્વામિનારાયણ મંદિરના મહંત પ.પૂ. ચત્રભુજદાસજીની આગેવાની હેઠળ આ જળયાત્રાનું પ્રસ્થાન મંદિર પરીરસથી પંચેશ્વરટાવર, હવાઈચોક સહિત નગરના માર્ગાે પર ફરી મંદિર પરિસરમાં સમાપન થઈ હતી. આ પ્રસંગે બહોળી સંખ્યામાં ભાઈઓ તથા જળભરીને પરત ફરેલ ધર્મપ્રેમી બહેનો જોડાયા હતાં. (તસ્વીરઃ નિર્મલ કારિયા)

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit