દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ

ખંભાળિયા તા.૧૫ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરીથી અઢી થી સાત ઈંચ જેટલો વ્યાપક વરસાદ પડયાના પગલે ખંભાળિયા સહિત અનેક તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારોમાં ફરી કોઝવે તથા નાલાઓમાં અનેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યાની સ્થિતિમાં લોકો જાનના જોખમે પસાર થવું પડી રહ્યું છે.  ખંભાળિયા તાલુકાના દાત્રાણા પાસેની નદીમાં પૂર આવતા તથા બારા  હંસ્થળ, વડત્રાથી બારા સલાયા-ગોઈંજ ચાર બારા, જેવા અનેક રસ્તાઓ પર પાણી ફરી વળતા લોકો પોતાના ટુ વ્હીલર તથા ફોર વ્હીલર પાણીમાં ભયજનક સ્થિતિમાં નાખીને નીકળતા હતા. આવી જ સ્થિતિ કોઠા વિસોત્રી, કુબેર વિસોત્રીના વાડી વિસ્તારોની પણ થઈ હતી.

close
Ank Bandh
close
PPE Kit