Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડના ભરતપુરમાં બે જૂથ વચ્ચે મારામારીઃ સામસામે નોંધાતી ફરિયાદ

બંને પક્ષના એક-એક વ્યક્તિને ઈજાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભરતપુર ગામની વાડી વિસ્તારમાં તા.૧ના સાંજે મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં બંને પક્ષે સામસામો હુમલો કરાયો હતો. જે અંગેની પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

ભાણવડ તાલુકાના ભરતપુર ગામના મેરામણભાઈ પરબતભાઈ નંદાણીયા (ઉ.વ.૫૦)એ પોતાના પર લોખંડના પાઈપ અને ધોકા વડે હુમલો કરી ઈજા પહોંચાડવા અંગે સોઢાળા ગામના નવઘણભાઈ માંડણભાઈ ઓડેદર અને ભાણવડ ગામના ભીખુભાઈ સુધાભાઈ દેગામા સામે ફરિયાદ નોંધાવી છે. જ્યારે આ બનાવમાં મેરામણભાઈ નંદાણીયાને માથામાં ઈજા પહોંચી હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ફરિયાદીની વડીલોપાર્જીત વાડીની જમીનના ચાર ભાગ પાડવામાં આવ્યા હતા. જેમાંથી પોતાના એક ભાઈએ જમીન વેચાણ કરી નાખી હતી. તે વાડીના ભાગમાંથી ફરિયાદીને જવાનો રસ્તો હોય તે આરોપીને ગમતું ન હતું. તેના કારણે આ હુમલો કરાયો હતો.

જ્યારે સામાપક્ષે નવઘણભાઈ માંડણભાઈ ઓડેદરાએ પણ પોતાના પર ગેડીયા વડે હુમલો કરવા અંગે મેરામણભાઈ પબાભાઈ નંદાણીયા, તેમના પત્ની અને એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં નવઘણભાઈ ઓડેદરાને માથાના ભાગે ઈજા પહોંચતા સારવાર માટે લઈ જવાયા હતા.

આ ફરિયાદમાં એવું કારણ જાહેર થયું છે કે, આરોપીઓ ફરિયાદીની વાડીમાં માંડવીના પાકમાં ઢોર ચરાવતા હતા અને આરોપીની કાર ફરિયાદીની વાડીમાં પાર્ક કરેલી હતી. જે બાબતે આ બનાવ બન્યો હતો.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh