ઝેરી જનાવર કરડી જતા કાલાવડના ખેડૂતનું મૃત્યુ

જામનગર તા. ૧૭ઃ કાલાવડના ભાવાભી ખીજડીયા ગામના એક ખેડૂતને મકાઈના છોડવામાં છુપાઈને બેસેલું કોઈ ઝેરી જનાવર કરડી જતા તેઓનું મૃત્યુ નિપજ્યું છે.

કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડીયા ગામના ખેડૂત રાજેન્દ્રસિંહ કિરીટસિંહ જાડેજા ઉર્ફે કીલુભા (ઉ.વ. ૫૩) નામના ખેડૂત ગઈકાલે સાંજે પાંચેક વાગ્યે પોતાના ધારૃસીમ વિસ્તારમાં આવેલા ખેતરે બળદોને ત્યાં વાવીને રાખવામાં આવેલી મકાઈ નિરતા હતાં.

આ વેળાએ મકાઈના છોડવામાં છુપાઈ બેસેલું કોઈ ઝેરી જનાવર રાજેન્દ્રસિંહને કરડી જતા આ પ્રૌઢને સારવાર માટે ખસેડવાની તજવીજ કરવામાં આવી હતી. બેશુદ્ધ બની ગયેલા રાજેન્દ્રસિંહનું કાલાવડના સરકારી દવાખાને મૃત્યુ નિપજ્યું છે. પોલીસને અજયરાજસિંહ વિરભદ્રસિંહ જાડેજાએ જાણ કરી છે.

close
Ank Bandh
close
PPE Kit