ઓખામાં પાલક પિતાએ દુષ્કર્મ ગુજાર્યાની રાવ

જામનગર તા. ૧ઃ ઓખામાં રહેતા મૂળ પાટણના એક શખ્સે પરપ્રાંતિય યુવતી સાથે ઘરઘઈંણુ કર્યા પછી તેણીની આઠ વર્ષની પુત્રીનો પાલક પિતા બની ગઈકાલે તેણી પર પાશ્વી દુષ્કર્મ ગુજારી અમાનુષી રીતે બ્લેડ વડે ઈજા પહોંચાડતા આખો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. પોલીસે માતાની ફરિયાદ પરથી નરાધમ સામે ગુન્હો નોંધ્યો છે.

આ ચકચારી બનાવની વધુ વિગત મુજબ દ્વારકા તાલુકાના ઓખામાં રેલવે સ્ટેશન વિસ્તારમાં વસવાટ કરતા મૂળ પાટણ જિલ્લાના ચાણસમાં તાલુકાના વતની એવા એક શખ્સે મહારાષ્ટ્ર રાજ્યમાંથી આવીને રહેતા એક મહિલા સાથે લગ્ન કર્યા હતાં. આ મહિલાને આગલા ઘરની એક પુત્રી છે. જેનો આ શખ્સ પાલક પિતા બન્યો હતો. તે પછી ઓખામાં એક મંદિર નજીક આ દંપતી પુત્રી સાથે રહી ભીક્ષુક વૃતી કરતા હતાં.

થોડા દિવસથી આ શખ્સની પોતાની પાલક પુત્રી પર નજર બગડી હતી. તેણે ગઈકાલે જ્યારે પોતાની પત્ની બહાર ગઈ હતી ત્યારે ઘરમાં એકલી રહેલી પુત્રીને લાકડી વડે બેફામ માર મારી કપડા કાઢી નાખ્યા હતાં. તે પછી દાઢી કરવાની બ્લેડ વડે તે બાળકીના નાજુક અંગમાં ઈજા પહોંચાડી હતી અને દુષ્કર્મ ગુજાર્યું હતું.

પિતા જેવા બની ગયેલા આ શખ્સે આચરેલા દુષ્કૃત્યથી હેબતાયેલી બાળકીને કોઈએ કહીશ તો તને માર નાખીશ તેવી ધમકી પણ અપાતા આ બાળકી હતપ્રભ બની ગઈ હતી. તે પછી ઘેર આવેલી માતાએ બાળકીની હાલત જોઈ કઈંક અજુગતુ બન્યાની આશંકાથી પુછપરછ કરતા આ બાળકીએ રડતા રડતા માતાને વાત કરી હતી. સ્તબ્ધ બની ગયેલી માતાએ પુત્રીને સાથે રાખી પોલીસનો સંપર્ક કરતા પોલીસે તે બાળકીને સારવાર માટે દવાખાને ખસેડી તેની માતાની ફરિયાદ પરથી નરાધમ બનેલા પિતા સામે ગુન્હો નોંધ્યો છે. દ્વારકાના સીપીઆઈએ તપાસ શરૃ કરી છે. આ બનાવે અરેરાટી સાથે ફીટકારની લાગણી જન્માવી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit