ફરજમાં બેદરકારી બદલ જામનગરના આંગણવાડી કાર્યકરને કરાયા સસ્પેન્ડ

જામનગર તા. રપઃ જામનગર મહાનગરપાલિકાના આઈસીડીએસ વિભાગમાં ફરજ બજાવતા, આંગણવાડી કાર્યકરને ફરજમાં બેદરકારી બદલ મ્યુનિ. કમિશનર દ્વારા સસપેન્ડ કરવામાં આવ્ય હતાં. તેમણે આવશ્યક સેવા અન્વયે ફરજ બજાવવાનો ઈન્કાર કર્યો હોવાનું કારણ જાહેર કરવામાં આવ્યું હતું.

કોરોના વાઈરસ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. તેને અટકાવવા માટે સમગ્ર ભારતમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. બીજુ આરોગ્ય શાખા દ્વારા હવે ડોર ટુ ડોર સર્વે કામગીરી કરવામાં આવી રહ્યું છે. આ માટે જામનગર મહાનગરપાલિકાની આઈસીડીએસ વિભાગ હસ્તકના આંગણવાડી કાર્યકર બહેનોને પણ ફરજ સોંપવામાં આવી હતી.

પરંતુ યુનિયનના અગ્રણી એવા આંગણવાડી કાર્યકર આરતીબેન વારાએ જવાબદાર અધિકારી સાથે બોલાચાલી કરી ફરજ નહીં સ્વીકારતા મ્યુનિ. કમિશનર સતિષ પટેલએ તેમને ગત્ સાંજે સસપેન્ડ કરી દીધા હતાં.

close
Nobat Subscription