Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત
ખંભાળિયા તા. ૫: સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ જનરલ હોસ્પિટલ, જામખંભાળિયા ખાતે સેવા મારું યોગદાનની ભાવના સાથે વિવિધ જનકલ્યાણકારી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિવિધ નિષ્ણાત સેવાઓ હેઠળ નાગરિકોને આરોગ્યલક્ષી તપાસ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં મેડિસિન વિભાગ દ્વારા આરોગ્ય નિદાન શિબિર, ઓપ્થેલ વિભાગ દ્વારા મોતિયાબિંદુ નિદાન શિબિર, પીડિયાટ્રિક વિભાગ દ્વારા બાળકો માટે આરોગ્ય નિદાન શિબિર, ડર્મેટોલોજી વિભાગ દ્વારા રક્તપિત્ત નિદાન શિબિર, ગાયનેકોલોજી વિભાગ દ્વારા મહિલા આરોગ્ય અને સ્વચ્છતા તેમજ સ્તન અને ગર્ભાશયના મુખના કેન્સરનું નિદાન અને ડેન્ટલ વિભાગ દ્વારા મોઢાના કેન્સરનું નિદાન અંગે માહિતી આપવામાં આવી હતી. તેમજ લાભાર્થીઓને વિવિધ યોજનાઓની માહિતી, માર્ગદર્શન અને તાત્કાલિક સેવાઓ પૂરી પાડવામાં આવી. આ કાર્યક્રમમાં મહિલા આરોગ્ય જાગૃતિ અને તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મોટી સંખ્યામાં દર્દીઓ તથા હોસ્પિટલના ટીમે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સેવા એ સંકલ્પ, સ્વસ્થ સમાજ એ જ લક્ષ્ય. શપથગ્રહણ કરાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial