નગરમાં મહત્તમ તાપમાન ૩૬.૬ ડીગ્રી નોંધાયું: ઉકળાટથી અકડામણઃ વાદળોની આવન-જાવન

જામનગર તા. ર૯ઃ જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાન ૩૬.૬ ડીગ્રી નોંધાયું હતું. નગરજનો અસહ્ય ઉકળાટથી અકળાયા હતાં.

જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન નહીવત્ વધારા સાથે મહત્તમ તાપમાન ૩૬.૬ ડીગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન ર૭.૮ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૯ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧પ થી ર૦ કિ.મી.ની રહેવા પામી હતી. નગરના નભમાં વાદળોની આવન-જાવન વચ્ચે ગઈકાલે આકરો તડકો નીકળ્યો હતો. તેના પગલે ગરમીમાં પણ વધારો થયો હતો. ગરમી તથા બફારાના ડબલ એટેકથી જનતા અસહ્ય ઉકળાટથી અકળાયને ત્રાહિમામ્ પોકારી ઊઠી હતી, પરંતુ સાંજે ઠંડા વાયરાઓના કારણે લોકોએ રાહતનો અનુભવ કર્યો હતો.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit