Advertisement
Author: નોબત સમાચાર

નાગપુર પાસે ટ્રક સાથે પીકઅપ વાન અથડાતા ૭ ના મૃત્યુઃ ઘણાં ઘાયલ

અકસ્માતોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે

                                                                                                                                                                                                      

નાગપુર તા. ૨: સમૃદ્ધિ એક્સપ્રેસવે પર વધુ એક અત્યંત દર્દનાક અને ભીષણ માર્ગ અકસ્માતમાં સાત લોકોના મૃત્યુ થયા હોવાની માહિતી સામે આવી રહી છે.

મહારાષ્ટ્રના નાગપુર નજીક બાબાસાહેબ સમૃદ્ધિ એક્સપ્રેસવે પર પૂરપાટ ઝડપે આવી રહેલી એક ટ્રક અને પિકઅપ વાન વચ્ચે થયેલી સામસામેની જોરદાર ટક્કરમાં સાત લોકોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ દુર્ઘટનામાં અન્ય ઘણા મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી પણ સૂત્રો દ્વારા મળી રહી છે.

અકસ્માત એટલો ગમખ્વાર હતો કે પિકઅપ વાનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. પ્રાથમિક અહેવાલો મુજબ, સમૃદ્ધિ એક્સપ્રેસવે પર આગળ જઈ રહેલા અથવા વળાંક લઈ રહેલા વાહનને પાછળથી પૂરઝડપે આવી રહેલી ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભીષણ હતો તેનો અવાજ સાંભળીને આસપાસના સ્થાનિકો અને પેટ્રોલિગ ટીમ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

પિકઅપ વેનમાં ફસાયેલા લોકોને ક્રેન અને કટરની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. વાહનમાં સવાર સાત મુસાફરોના ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરુ ઊડી ગયા હતા, જ્યારે ગંભીર ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઉદ્ધાટન બાદથી જ સમૃદ્ધિ મહામાર્ગ પર અકસ્માતોની સંખ્યા ચિતાજનક રીતે વધી રહી છે. ઓવર સ્પિડિગ , ડ્રાઇવરોને આવતી ઊંઘનું ઝોકું અને વાહનોના ટાયર ફાટવા જેવી સમસ્યાઓ જીવલેણ સાબિત થઈ રહી છે. ઘટનાની માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ અને હાઇવે ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા આગળની કાનૂની તપાસ હાથ ધરાઈ છે.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh