ધોરણ ૧૦-૧૨ની પરીક્ષા માટે જામનગર જિલ્લામાં ૩૦,૫૧૬ વિદ્યાર્થીઓ નોંધાયા

જામનગર તા. ૧૭ઃ આગામી ૫મી માર્ચથી ધો. ૧૦-૧૨ની પરીક્ષાઓનો પ્રારંભ થશે. કુલ ૩૦,૫૧૬ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપનાર છે. વહીવટી અને શિક્ષણ તંત્ર દ્વારા આ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે સીસી ટીવી કેમેરાની નજર હેઠળ પરીક્ષાઓ લેવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦ અને ૧૨ ની પરીક્ષાઓનો ૫મી માર્ચથી પ્રારંભ થશે. આ પરીક્ષાએ ૨૧ માર્ચ સુધી લેવામાં આવશે. ધો. ૧૨ની પરીક્ષા માટે ૧૭,૯૭૬ વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ માટે ૯ પરીક્ષા કેન્દ્ર, પરીક્ષા સ્થળ અને ૬૪૨ વર્ગખંડોની વ્યવસ્થા કરવામાં આવી છે. ધો. ૧૨ (સામાન્ય  પ્રવાહ) માં ૧૦,૨૧૫ વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ માટે ૬ પરીક્ષા કેન્દ્ર, ૩૧ પરીક્ષા સ્થળ અને ૩૨૪ કલાસ રૃમની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે ધો. ૧૨ (વિજ્ઞાન પ્રવાહ)ની પરીક્ષામાં ૨૩૨૫ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જે માટે બે પરીક્ષા કેન્દ્ર, ૧૧ પરીક્ષા સ્થળ અને ૧૧૫ ક્લાસરૃમની વ્યવસ્થા કરવામાં આવી છે. આ તપાસ પરીક્ષાએ સીસી ટીવી કેમેરાની નજર હેઠળ યોજાશે. તેમજ પરીક્ષાઓ માટે તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.

close
Nobat Subscription