Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લા, ભાણવડ તાલુકાના રૂપિયા ૨૫ કરોડના સ્પોર્ટસ સંકુલોનું ઈ-લોકાર્પણ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૭: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અંદાજિત રૂ.૨૫ કરોડ કરતા વધુ રકમના ખર્ચે નવનિર્મિત જિલ્લા કક્ષા તથા ભાણવડ તાલુકા કક્ષાના રમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે ઇ-લોકાર્પણ કરાયું હતું.

રાજ્યનું રમતગમત ક્ષેત્ર નવા શિખરો સર કરે તેમજ વિશ્વ ફલક પર દેશ તથા રાજ્યનું નામ અંકિત કરતા પ્રતિભાશાળી રમતવીરો માટે *શક્તિદૂત ૨.૦* યોજનાનો રાજ્યવ્યાપી શુભારંભ તેમજ  જામખંભાળિયામાં રૂ.૨૫ કરોડથી વધારે રકમના  કરોડના ખર્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષા તથા ભાણવડ તાલુકા કક્ષાના નવનિર્મિત અદ્યતન રમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વર્ચ્યુઅલ માધ્યમથી ઇ - લોકાર્પણ કર્યું હતું.

રમતગમત ક્ષેત્રે ગુજરાતના યુવાનોનું સ્વપ્ન સાકાર કરવા માટે જરૂરી તમામ મદદ કરવા રાજ્ય સરકાર સંપૂર્ણ રીતે તૈયાર છે, તેમ જણાવતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહૃાું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં લોન્ચ કરવામાં આવેલી 'શક્તિદૂત ૨.૦' યોજના આગામી ૧૦ વર્ષમાં ગુજરાતના ખેલાડીઓને દેશ અને દુનિયામાં ભારત અને ગુજરાતનું નામ રોશન કરવા માટે મજબૂત મંચ પૂરું પાડશે. શક્તિદૂત યોજના થકી વર્ષ ૨૦૧૫થી અત્યાર સુધીમાં ૭૭૭ આંતરરાષ્ટ્રીય સહિત કુલ ૧૭૪૦ ખેલાડીઓએ વિવિધ રમતોમાં મેડલ જીત્યા છે.

નાયબ મુખ્યમંત્રીએ ભૂતકાળને યાદ કરતાં જણાવ્યું હતું કે, આજથી ૨૫ વર્ષ પહેલાં જ્યારે ગુજરાતના ખેલાડીઓ નેશનલ ટૂર્નામેન્ટ્સમાં ભાગ લેવા જતા ત્યારે તેમને પરંપરાગત ઓળખ સુધી જ સીમિત ગણવામાં આવતા હતા. પરંતુ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ખેલ મહાકુંભ અને શક્તિદૂત જેવી યોજનાઓ શરૂ થતાં રાજ્યમાં રમતગમત ક્ષેત્રે અભૂતપૂર્વ ક્રાંતિ આવી છે. આજે ટીમ ગુજરાત જે ક્ષેત્રમાં પગ મૂકે છે ત્યાં ઝળહળતી સફળતા મેળવવા સક્ષમ બની છે.

'શક્તિદૂત ૨.૦' યોજનાની મુખ્ય વિશેષતાઓ વિશે વાત કરતાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, અગાઉ માત્ર ૬૪ ખેલાડીઓને મળતો લાભ હવે સીધો ૫૦૦ ખેલાડીઓ સુધી વિસ્તૃત કરાયો છે. પ્રતિ ખેલાડી વાર્ષિક રૂ. ૫૦ લાખ એટલે કે માસિક સરેરાશ રૂ. ૪.૨૫ લાખ સુધીની વિશ્વસ્તરીય ટ્રેનિંગ સહાય આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. 'શક્તિદૂત ૨.૦' અંતર્ગત હવે દિવ્યાંગ રમતવીરો માટે ૫૦ બેઠકોનું ખાસ આરક્ષણ રાખવામાં આવ્યું છે. ખેલાડીઓ સમગ્ર વર્ષ દરમિયાન પોતાના મેડલ અને પ્રદર્શનના આધારે પોર્ટલ પર સીધી અરજી કરી શકશે.

આ તકે પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય મૂળુભાઇ બેરાએ જિલ્લા તથા તાલુકા કક્ષાના રમત સંકુલના ઇ લોકાર્પણ પ્રસંગે સહર્ષ સાથે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ ૨૦૧૦ થી બાળકો, યુવાનો અને રમતવીરોમાં રમતગમત પ્રત્યે સમયે રમત ગમત ક્ષેત્રે બાળકો અને યુવાઓ રમતગમત પ્રત્યે રુચિ વધે તેમજ બાળકોમાં રમત માટે રહેલ કૌશલ્યનો વિકાસ થાય તે માટે ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી. આ ખેલ મહાકુંભની ફળશ્રુતિ પરિણામે રાજ્યના યુવાનો રમતગમત ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે.

આ તકે અગ્રણી મયુરભાઈ ગઢવીએ કહૃાું કે, વડાપ્રધાનના તેમના મુખ્યમંત્રીકાળ દરમ્યાન શરૂ કરાયેલા ખેલ મહાકુંભ થી આજે ગુજરાત કોમનવેલ્થ ગેમ્સનું યજમાન બનવા સજ્જથઈ રહૃાું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા તથા તાલુકા કક્ષાના રમત સંકુલ નિર્માણ થયું તે અને આજે તેનું લોકાર્પણ થઈ રહૃાું છે  ત્યારે આપણા સૌ જિલ્લાવાસીઓ માટે ખૂબ આનંદનો અવસર છે. તેમણે ઉપસ્થિત વિવિધ ખેલાડીઓ અને વિદ્યાર્થીઓને રમતગમત માટેની અભિરુચિ કેળવી આગળ વધવા અને સ્પોર્ટ્સ સંકુલનો ઉપયોગ કરીને આગળ વધે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

જિલ્લા કલેકટર રાજેશ તન્ના તથા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાએ રમતવીરો સાથે સહર્ષ સંવાદ કરી આગામી સમયમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ તેમજ રમત ગમત ક્ષેત્રે રમતવીરો પોતાનું કૌશલ્ય નિખારી શકે તે માટે જરૂરી માર્ગદર્શન તથા જુસ્સો પૂરો પાડ્યો હતો.

શક્તિદૂત ૨.૦ યોજના તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષા તથા ભાણવડ તાલુકા કક્ષાના રમત સંકુલના ઇ-લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ચિમનભાઈ નકુમ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન જયેશભાઈ જેઠવા, કલેકટર રાજેશ તન્ના, પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, ખંભાળિયા તાલુકા પંચાયત પ્રમુખ શક્તિસિંહ જાડેજા, ભાણવડ તાલુકા પંચાયત પ્રમુખ પ્રીતેશભાઈ ડાંગર, સામાજિક અગ્રણી કશ્યપભાઈ ડેર, રામશીભાઈ મારું, મુળુભાઇ કંડોરિયા, રાજુભાઈ ભરવાડ, સંજયભાઈ નકુમ સહિત જિલ્લા, તાલુકા તથા નગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ તથા રમતવીરો ઉપસ્થિત રહૃાા હતા.

જિલ્લા કક્ષાના રમત સંકુલમાં મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલમાં બાસ્કેટબોલ કોર્ટ, બેડમિંટન કોર્ટ, ૧૦ મી. એર રાઇફલ શૂટિંગ રેન્જ, ટેબલ ટેનિસ હોલ તથા જિમ. ઉપરાંત, જિલ્લા કક્ષાના રમત સંકુલમાં આઉટ ડોર રમત માટે બાસ્કેટબોલ કોર્ટ, લોન ટેનિસ કોર્ટ, કબડ્ડી, ખોખો, વોલીબોલ, ફૂટબોલ અને ૪૦૦ મી. એથલેટિક ટ્રેકની સુવિધા.

તેમજ તાલુકા કક્ષાના રમત સંકુલમાં મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલમાં હાફ બાસ્કેટબોલ કોર્ટ, બેડમિન્ટન કોર્ટ, ૧૦ મી. એર રાઇફલ શૂટિંગ રેન્જ, યોગા, ટેક્વન્ડો, જુડો અને જિમ્નેશિયમ તેમજ આઉટડોર રમત માટે કબડ્ડી, વોલીબોલ મેદાન આવેલ છે. તેમજ બંને સંકુલમાં ખેલાડીઓ માટે મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh