ગુરૃગ્રામ તા. ર૩ઃ હરિયાણામાં કૃષિ કાયદાઓને લઈને સંવાદ માટે બોલાવાયેલી બેઠકમાં ભાજપના કાર્યકર્તાઓએ પણ પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતાં. આ બેઠકનો કથિત વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભાજપના એક કાર્યકર્તા તેમના પદાધિકારીઓને પૂછી રહ્યો છે કે, "કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલ ખેડૂતો અમારૃં સાંભળવા તૈયાર જ નથી, અને કૃષિ કાનૂનો ખેડૂતોના હિતમાં હોવાની દલીલો સાંભળતા જ નથી, તેથી તેઓને ભ્રમિત કરવા પડશે, પરંતુ કેવી રીતે ભ્રમિત કરવા...?"
ગુરૃગ્રામ ભાજપના હરિયાણા પ્રદેશ પ્રમુખ ઓ.પી. ધનખડ, ખેલમંત્રી સંદીપસિંહ અને હિસારના સાંસદ બ્રજેન્દ્રસિંહ પણ હાજર રહેવાનો દાવો કરાયો છે. મીડિયાના અહેવાલો મુજબ આ વીડિયો કોંગ્રેસના પ્રવક્તા સુરજેવાલાએ સોશ્યલ મીડિયામાં શેર કર્યો છે, અને લખ્યું છે કે, "ભાજપના કાર્યકર્તાઓ તેમની પાર્ટીના નેતાઓએ મંત્રીઓને પૂછી રહ્યાં છે કે, ખેડૂતોને કેવી રીતે બેવકૂફ બનાવવા અને સ્પષ્ટ રીતે ખેડૂતો સરકારની દલીલો માનતા નથી, તેવી વાત કરી રહ્યાં છે. ભાજપનો આ અસલ ચહેરો છે."