| | |

નાના આંબલા ગામમાં હૈદરી ચોકના સોળ ઘર કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર

ખંભાળીયા તા. ર૨ઃ ખંભાળીયા તાલુકાના નાના આંબલા ગામે કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવતા આ વિસ્તારને તા. ૮-પ-ર૦ર૦ ના જાહેરનામાંથી કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરેલ હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દેવભૂમિના પત્રથી કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં છેલ્લા ૧૪ દિવસમાં એક પણ નવો પોઝિટિવ કેસ જોવા મળેલ ન હોય અને સઘન સર્વેલન્સમાં આઈએલઆઈ/ એસએઆરઆઈના કેસ જોવા મળેલ ન હોવાથી નાના આંબલા કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં જરૃરી સુધારો કરવા દરખાસ્ત મળેલ જે અન્વયે ડો. નરેન્દ્રકુમાર મીના, જિલ્લા મેજી. દેવભૂમિ દ્વારકાએ તેમને મળેલ સત્તાની રૃએ નાના આંબલાનો હૈદરી ચોક વિસ્તાર કુલ ઘર ૧૬ કુલ વસ્તી ૮૩ કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને સવારે ૮ થી બપોરના ૩ કલાક સુધી આવશ્યક સેવાઓ તથા જીવનજરૃરી ચીજવસ્તુઓ જેવી કે દૂધ, શાકભાજી, ફળ-ફળાદી અને કરીયાણાના વેંચાણની પરવાનગી રહેશે. આ વિસ્તારમાં તમામ સાવચેતી રાખવાની રહેશે. નાના આંબલા ગામના કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયનો બાકીનો તમામ વિસ્તારનો સમાવેશ બફર ઝોનમાં કરવામાં આવ્યો છે. આ હુકમ તાત્કાલિક અસરથી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. સરકારી ફરજ પરની વ્યક્તિઓ, આવશ્યક ચીજવસ્તુઓનું વેંચાણ-વિતરણ કરતા તેમજ વહીવટી તંત્ર દ્વારા ઈસ્યુ કરવામાં આવેલ પાસ ધારકોને લાગુ પડશે નહીં. હુકમનો ભંગ કરવા બદલ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit