Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બોલેરોમાંથી મળ્યા હતા ર૪૪૮ ચપલાઃ
જામનગર તા. ૪: જામનગરના દરેડ પાસે બોલેરોમાંથી ૨૪૪૮ નંગ દારૂના ચપલા સાથે મળી આવેલા બે શખ્સના રિમાન્ડ માંગવામાં આવતા અદાલતે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
જામનગર નજીક દરેડની નીલગીરી ગોળાઈમાંથી પંચકોશી બી ડિવિઝન પોલીસે બોલેરો પીકઅપ વાનને રોકી તેની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબના ર૪૪૮ નંગ ચપલા મળી આવ્યા હતા. આ જથ્થા સાથે દિવ્યેશ નારણભાઈ હુણ અને નિલેશ નારણભાઈ હુણની ધરપકડ કરાઈ હતી.
આ શખ્સોની ધરપકડ કરી પૂછપરછ કરાતા દારૂનો આ જથ્થો લેવા માટે એક મોબાઈલ નંબરના ધારકે રૂ।.૨૦ હજાર રોકડા તથા રબ્બર સ્ટેમ્પ અને વોટ્સએપમાં બીલ્ટી આપી હોવાનું આરોપીઓએ જણાવ્યંુ હતું. આ આરોપીઓને રિમાન્ડ પર લેવા માટે પોલીસે અદાલતમાં રજૂ કરતા અદાલતે સરકારી વકીલ રાજેશ વશીયરની દલીલ ગ્રાહ્ય રાખી બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial