| | |

તામિલનાડુમાં ભારે વરસાદથી ૧૭ લોકોના મૃત્યુઃ શાળા-કોલેજો બંધ

ચેન્નાઈ તા. રઃ તામિલનાડુમાં ભારે વરસાદે તારાજી સર્જી છે અને ૧૭ લોકોના આ કારણે મૃત્યુ થયા છે. હજુ પણ વધુ વરસાદની આગાહી હોવાથી શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. રાહત-બચાવની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.

તમિલનાડુમાં ભારે વરસાદના કારણે અત્યાર સુધી ઓછામાં ઓયા ૧૭ લોકોના મોત થયા છે, જેમાં બે બાળકો પણ સામેલ છે. કોઈમ્બતૂરમાં એક મકાન ધરાશાયી થતા અનેક લોકોના મોત થયા છે. રાજ્યમાં વિતેલા ર૪ કલાકથી સતત ભારે વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે વધુ વરસાદની આગાહી સાથે પૂરનું એલર્ટ આપ્યું છે. આ દરમિયાન તંત્રએ તમામ સ્કૂલ અને કોલેજોમાં રજા જાહેર કરી દીધી છે.

તમિલનાડુમાં ભારે વરસાદના કારણે જનજીવનને અસર થઈ છે. અહીં કોયંબતૂર જિલ્લામાં એક દીવાલ પડવાના કારણે ૧પ લોકોના મોત થયા હોવાની ઘટના પણ સામે આવી છે. તે ઉપરાંત પણ અન્ય સ્થળે બે મૃત્યુ થયા થયા હોવાનું જાણવા મળે છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે  આ એક ઘર પડવાના કારણે અન્ય ૩ ઘર પણ ક્ષતિગ્રસ્ત થયા છે. ઘટના પછી રેસ્ક્યુ ઓપરેશન શરૃ કરી દેવામાં આવ્યું છે.

નોંધનીય છે કે, તમિલનાડુ અને પોંડિચેરીના ઘણાં જિલ્લામાં રવિવારથી જ ભારે વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી ૪૮ કલાકમાં પણ વધુ વરસાદ થવાની શક્યતા છે. રાજ્યના નીચેના વિસ્તારોમાંથી લગભગ ૮૦૦ લોકોને બહાર કરવામાં આવ્યા છે.

હવામાન વિભાગે આગામી બે દિવસમાં વધારે વરસાદ થવાની આગાહી કરી છે. આજે તમિલનાડુના તિરૃવલ્લુર, તોતુકુડી અને રામનાથપુરમ્ ક્ષેત્રમાં સ્કૂલ અને કોલેજોમાં રજાની જાહેરાત કરવામાં આવી છે. મદ્રાસ યુનિવર્સિટીમાં પરીક્ષાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. અરબ સાગરમાં દબાવ બનવાના કારણે માછીમારોને કેપ કોમોરિન અને લક્ષદ્વિપ ક્ષેત્રમાં ના જવાની સલાહ આપવામાં આવી છે.

આ દરમિયાન શહેરના પોલીસ કમિશનર એ.કે. વિશ્વનાથને ચેન્નઈમાં સ્થિતિનું નિરીક્ષણ કર્યું અને સ્થિતિની સમીક્ષા કરી. વિશ્વનાથને કહ્યું કે સ્થિતિને જોતા તમામ વિભાગોને સતર્ક રહેવાનું કહેવામાં આવ્યું છે. રવિવારના  ઉત્તર-પૂર્વ મોનસુનના કારણે તમિનાડુના ઘણા ભાગો અને પોન્ડિચેરીમાં છેલ્લા ર૪ કલાકમાં ભારે વરસાદ થયો. ચેન્નઈમાં વરસાદથી એક વ્યક્તિનું મોત થઈ ગયું છે. હવામાન વિભાગે આગામી  બે દિવસમાં વરસાદ થવાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રામનાથપુરમ્, તિરૃનેલવેલી, તૂતિકોરિન, વેલ્લોર, તિરૃવલ્લુરસ, તિરૃવન્નમલાઈ જિલ્લામાં આગામી ર૪ કલાકમાં ભારે વરસાદ થવાની આગાહી કરી છે. દરમિયાન પુડ્ડુચેરીમાં સંકરબની નદીના કાંઠે રહેતા લોકોને ચેતવણી આપવામાં આવી છે. રવિવારે રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાવાની આગાહી જાહેર કરી છે. નદીમાં પ૦ કિલોમીટર દૂર આવેલા વિદુર ડેમમાંથી પાણી છોડવામાં આવશે. ડેમની ક્ષમતા ૩ર ફૂટ છે જ્યારે ભારે વરસાદના કારણે ડેમની સપાટી ૩૦.૦૦ ફૂટ પહોંચી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit