મહાશિવરાત્રીના મહાપર્વ નિમિત્તે જૂનાગઢ માટે વિશેષ ટ્રેનો દોડાવાશે

જામનગર તા. ૧૪ઃ પશ્ચિમ રેલવે દ્વારા આગામી મહાશિવરાત્રી પર્વને ધ્યાને લઈ જૂનાગઢમાં શિવરાત્રી મેળામાં ઉમટતા લાખો શ્રધ્ધાળુઓની સુવિધા માટે સોમનાથ તથા રાજકોટ સ્ટેશનોથી જૂનાગઢ માટે વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

રાજકોટ સ્ટેશનેથી તા. ૧૮, ૧૯ અને ર૧ ફેબ્રુઆરીએ સાંજે પઃ૧૦ કલાકે જૂનાગઢ માટે સ્પેશ્યલ ટ્રેન ઉપડશે જે રાત્રે ૮ કલાકે જૂનાગઢ સ્ટેશને પહોંચશે. એ જ રીતે તા. ૧૮,૧૯ અને ર૧ ફેબ્રુઆરીએ રાત્રે ૯ઃર૦ કલાકે જૂનાગઢ સ્ટેશનેથી રાજકોટ માટે ટ્રેન ઉપડશે જે, રાત્રે ૧૧ઃ૪૦ કલાકે રાજકોટ પહોંચશે.

તા. ૧૭ થી ર૧ ફેબ્રુઆરી (કુલ પાંચ દિવસ) સોમનાથ સ્ટેશનથી રાત્રે ૮ઃ૩૦ કલાકે જૂનાગઢ માટે સ્પેશ્યલ ટ્રેન ઉપડશે જે રાત્રે ૧૦ઃ૨૦ કલાકે જૂનાગઢ સ્ટેશને પહોંચશે એ જ રીતે તા. ૧૭ થી ર૧ ફેબ્રુઆરી (પાંચ દિવસ) જૂનાગઢ સ્ટેશનેથી રાત્રે ૧૧ઃર૦ કલાકે સોમનાથ માટે ટ્રેન ઉપડશે જે રાત્રે ૧ઃ૩૦ કલાકે સોમનાથ પહોંચશે.

મીટરગેજ સેક્શનમાં તા. ૧૭ થી ર૧ ફેબ્રુઆરી (પાંચ દિવસ) જૂનાગઢ સ્ટેશનેથી સવારે ૧૦ઃપ૦ કલાકે સત્તાધાર માટે ટ્રેન ઉપડશે જે બપોરે ૧રઃ૪૦ કલાકે સત્તાધાર સ્ટેશને પહોંચશે એ જ રીતે ૧૭ થી ર૧ ફેબ્રુઆરી (પાંચ દિવસ) સત્તાધાર સ્ટેશનેથી બપોરે ૧ઃ૧૫ કલાકે જૂનાગઢ માટે ટ્રેન ઉપડશે જે બપોરે રઃપ૦ કલાકે જૂનાગઢ પહોંચશે.

આ ઉપરાંત ૧૭ થી ર૧ ફેબ્રુઆરી દરમ્યાન વેરાવળ-અમદાવાદ (ટ્રેન નં. રર૯૫૭/રર૯૫૮), અમદાવાદ-સોમનાથ-અમદાવાદ (ટ્રેન નં. ૧૯૧૧૯ / ૧૯૧૨૦), સોમનાથ-રાજકોટ (ટ્રેન નં. ૫૯૫૦૭ / ૫૯૫૦૮)માં ચાર વધારાનાં જનરલ કોચ જોડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ-સોમનાથ-અમદાવાદ ઈન્ટરસીટી એક્સપ્રેસ (ટ્રેન નં. ૧૯૧૧૯/૧૯૧૨૦) હાલ અમદાવાદ રાજકોટ વચ્ચે રદ હોવાથી આ ટ્રેનમાં રાજકોટ થી સોમનાથ વચ્ચે વધારાના કોચ જોડવામાં આવશે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit