દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૦૦ બેડની સુવિધા સજ્જ કોવિડ કેર સેન્ટરનું સીએમના હસ્તે વર્ચ્યુઅલ ઉદ્દઘાટન

જામનગર તા. ૪ઃ એસ્સાર કંપની દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૦૦ બેડની સાધન-સુવિધા સાથેના કોવિડ કેર સેન્ટરનો આરંભ કરવામાં આવ્યો છે. કજુરડા ગામમાં આવેલ આ કોવિડ કેર સેન્ટરનું વર્ચ્યુઅલ ઉદ્દઘાટન રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષપદે સંસદસભ્ય પૂનમબેન માડમ ઉપસ્થિત રહ્યા હતાં.

આ કેન્દ્ર ઓક્સિજનના સપોર્ટ સાથે સજ્જ છે, જે દેશમાં કોવિડની બીજી લહેર દરમિયાન મહત્ત્વપૂર્ણ બની ગયો છે. આમા લોકોની તબીબી જરૃરિયાતો પૂરી કરવા ડબલ ઓક્યુપન્સી ધરાવતા ૪૦ રૃમ અને સિંગલ ઓક્યુપન્સી ધરાવતા ૨૦ રૃમ છે. કેન્દ્ર સુવિધામાં ભરતી થયેલા દર્દીઓ માટે સ્વસ્થ ભોજનની અને હાઉસકીપીંગની જરૃરિયાતો પણ પૂર્ણ કરશે અગાઉ તાલીમ કેન્દ્રના મનોરંજન હોલને હોસ્પિટલના સ્ટાફ માટે વહીવટી કેન્દ્ર તરીકે પરિવર્તિત કરવામાં આવ્યો છે. આ કેન્દ્ર હોસ્પિટલના સ્ટાફ માટે વહીવટી કેન્દ્ર સાથે પણ સજ્જ છે.

આ કેન્દ્ર એસ્સારની કંપનીઓ-એસ્સાર પોર્ટસ લિમિટેડ અને એસ્સાર પાવર લિમિટેડે સંયુક્તપણે સ્થાપિત કર્યું છે તેમજ જરૃરિયાત મુજબ એમાં વિવિધ સુવિધાઓ વધારવામાં આવશે. ગયા વર્ષે એસ્સારે આ વિસ્તારના લોકોને રોગચાળામાં આવકારદાયક રાહત પ્રદાન કરવા વિવિધ પહેલો હાથ ધરીને સપોર્ટ આપ્યો છે.

એસ્સાર કેપિટલના ડાયરેકટર પ્રશાંત રૃઈયાએ કહ્યું હતું કે, એસ્સારનો ગુજરાતના લોકો સાથે ગાઢ સંબંધ છે અને છેલ્લા પાંચ દાયકાથી દેશમાં અગ્રણી બિઝનેસ ગ્રુપ તરીકે એની વૃદ્ધિમાં સતત સાથ સહકાર આપવા બદલ તેમના ઋણી છીએ. આ કેન્દ્ર સુલભ સ્થળે સ્થાનિક લોકોને સમયસર તબીબી સારવાર પ્રદાન કરવા અને આ રોગચાળા સામેની લડાઈમાં સરકારનો પ્રયાસોને ટેકો આપવા અમારો પ્રયાસ છે. હું રોગચાળા સામે લડવા તેમના તમામ પ્રયાસો બદલ રૃપાણી, પૂનમબેન એને સંપૂર્ણ જિલ્લા વહીવટીતંત્રોનો આભાર માનું છું તેમજ ગુજરાતમાં દરેકને સ્વસ્થ અને સલામત રહેવાની શુભેચ્છા આપું છું.

ગયા વર્ષે એસ્સારે સમગ્ર દેેશમાં કોવિડ-૧૯ પહેલોમાં એસ્સાર ફાઉન્ડેશનના પ્રદાન સ્વરૃપે બે મિલિયન મીલ્સ અને ૧.૫૫ લાખ મેડિકલ સપ્લાય પ્રદાન કર્યું હતું.

જામનગરના સાંસદ શ્રીમતી પૂનમબેન માડમે પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે કોરોના મહામારી સામેની લડાઈમાં એસ્સારે માનવ જિંદગીને બચાવવા માટે ઓક્સિજનની સુવિધા સાથે સંપૂર્ણ સાધન-સુવિધા સજ્જ ૧૦૦ બેડનું કોવિડ કેર સેન્ટર શરૃ કરી દેવભૂમિ દ્વારકા જિલ્લાની જનતાને એક આશીર્વાદરૃપ ભેટ ધરી છે. જિલ્લાના વહીવટીતંત્ર તથા રાજય સરકારના માર્ગદર્શન હેઠળ આ કોવિડ કેર સેન્ટરમાં કોરોના દર્દીને તમામ સારવાર, ભોજન વગેરે વિનામૂલ્યે મળનાર છે, જેનો લાભ જિલ્લાના લોકોને મળશે. ડોકટરો સહિતના તમામ સ્ટાફ માટેની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે. જેથી આ શ્રેષ્ઠ સારવાર કેન્દ્ર બની રહેશે. એસ્સારને ખૂબ ખૂબ અભિનંનદ તથા તેમના સંસદીય વિસ્તારમાં ઉતમ કક્ષાની સારવાર માટેનું કોવિડ કેર સેન્ટર શરૃ કરવા બદલ હૃદયપૂર્વક આભાર માન્યો હતો.



અન્ય સમાચારો

close
Ank Bandh 29 March
close
PPE Kit