કાનાલૂસથી રાજસ્થાન માટે રિફાઈન્ડ કોલસાની માલગાડી સેવાનો આરંભ

માલવાહક ક્ષેત્રે પશ્ચિમ રેલવેની સિદ્ધિ

જામનગર તા. ૧૭ઃ પશ્ચિમ રેલવે ઝોનલ ઓફિસ તથા તમામ ડિવિઝનોના બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ (બીડીયુ) દ્વારા માલવાહક ક્ષેત્રે નવા ગ્રાહકોને આકર્ષી આવકના નવા સ્ત્રોત ઉત્પન્ન કરવાની પહેલ કરવામાં આવી છે.

જે અંતર્ગત રાજસ્થાનમાં આવેલ અનેક સિમેન્ટ કંપનીઓમાં જરૃરી રિફાઈન્ડ કોલસાની નિકાસ માટે કાનાલૂસથી રાજસ્થાન વચ્ચે માલગાડી સેવાનો આરંભ કરવામાં આવ્યો છે.

જે અંતર્ગત ગત ૧૫ ઓક્ટોબરે રિલાયન્સ પેટ્રોલીયમ કાનાલૂસ સાઈડીંગથી માલગાડીના ૫૮ વેગનોમાં કુલ ૩૭૦૧ ટન રિફાઈન્ડ કોલસો રાજસ્થાનમાં આવેલ અલ્ટ્રાટેક સિમેન્ટ નાથદ્વારા સાઈડીંગ કેશવગંજ રવાના કરવામાં આવ્યો હતો. જેને પગલે રાજકોટ ડિવિઝનને ૫૦.૪૦ લાખ રૃા.ની આવક પ્રાપ્ત થઈ છે. ભવિષ્યમાં દર મહિને સરેરાશ ૪ થી ૫ રિફાઈન્ડ કોલસાની માલગાડી કાનાલૂસથી રાજસ્થાન માટે રવાના થવાની સંભાવના છે.

close
Ank Bandh
close
PPE Kit