જામનગરમાં ઠંડીનું જોર વધતા ગરમ વસ્ત્રોનું બજાર ગરમઃ વિવિધ સ્થળે સ્ટોલ ઊભા કરાયા

પ્રતિવર્ષની જેમ તિબેટીયનોનું આગમન થયું નથી, પણ અમદાવાદ-રાજસ્થાનથી વિતરકો આવ્યા છે

જામનગરમાં ઠંડીનું પ્રમાણ એકાએક વધ્યું છે અને તાપમાનનો પારો સડસડાટ નીચે તરફ અટકશે. ૧૩ ડીગ્રી સુધી પહોંચી જતા લોકો ગરમ કપડામાં લપેટાયા છે. તો બીજી તરફ ગરમ કપડાની બજારમાં પણ તેજી જોવા મળી છે. લોકો ગરમ વસ્ત્રોની ખરીદી માટે બજારમાં નીકળ્યા હતાં. ગઈકાલે ગરમ વસ્ત્રોમાં વેંચાણકર્તાઓને ત્યાં ગ્રાહકોની ગીર્દી જોવા મળી હતી. જો કે, આ વર્ષ તિબેટીયનો આવ્યા નથી. પરંતુ અમદાવાદ અને રાજસ્થાનથી વેપારીઓ જામનગર આવ્યા છે અને જનતાફાટક અને લાલપુર બાયપાસ નજીક તેમણે સ્ટોલ ઊભા કર્યા છે. (તસ્વીરઃ પરેશ ફલિયા)

close
Ank Bandh
close
PPE Kit