દ્વારકા ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિની કચેરીમાં વહીવટના ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ઉપવાસનો આરંભ

દ્વારકા તા. ૨૬ઃ દ્વારકામાં ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ ૫૦૫ સમસ્તના વહીવટમાં ભ્રષ્ટાચાર કરાતો હોવાના આક્ષેપ સાથે ગુગળી જ્ઞાતિના જ સિનિયર સીટીઝન દ્વારા આજથી અચોક્કસ મુદ્દતના અનશનનો આરંભ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ગુગળી જ્ઞાતિના ૭૦ વર્ષીય સિનિયર સીટીઝન તથા પંડા સભાના પૂર્વ પ્રમુખ, તેમજ જ્ઞાતિના પૂર્વ કારોબારી સદસ્ય પુષ્કરભાઈ કાનજીભાઈ ઠાકર દ્વારા હાલની જ્ઞાતિના કારોબારી સમિતિ દ્વારા ભ્રષ્ટાચાર કરાતો હોવાની ફરિયાદ સાથે વિવિધ મુદ્દે જ્ઞાતિ કાર્યાલય સામે આજથી ગાંધી ચિંધ્યા માર્ગે અચોક્કસ મુદ્દતના ઉપવાસ આંદોલનના મંડાણ કર્યા છે.

તત્કાલ ધ્વજાજીમાં લકી ડ્રો થતો ન હોવાની ફરિયાદ

ઉપવાસી પુષ્કરભાઈ ઠાકર દ્વારા જાહેર કરાયેલ વિગત અનુસાર જ્ઞાતિ કાર્યાલય દ્વારા કલેક્ટરના આદેશ અનુસાર સોમવારથી શુક્રવાર સુધીની ૪ નંબરની તત્કાલ ધ્વજાજી ચઢાવવામાં આવે છે તેનો લકી ડ્રો કરાતો નથી. જો લકી ડ્રો થાય તો સમસ્ત ઓખામંડળની પ્રજા તેમજ યાત્રાળુઓ તેમજ નાના પંડાઓને ટૂંકા ખર્ચમાં જ ધ્વજાજી ચઢાવવાનો લાભ મળી શકે. હાલમાં કારોબારી ભ્રષ્ટ સભ્યો દ્વારા લાગવગ ધરાવતા વ્યક્તિઓને આ અવસર આપવામાં આવતો હોવાનો પણ તેમના દ્વારા આક્ષેપ કરાયો છે.

હાલ ૨૦૨૪ સુધી ધ્વજાજીનું બુકીંગ થયેલ હોવાનું જણાવી હાલના કારોબારી સભ્ય ધ્વજાજીનું બુકીંગ કઈ સાલમાં અને કઈ તારીખ સુધીનું છે તે સ્પષ્ટપણે જણાવતા ન હોવાનું જણાવી ધ્વજાજીનું બુકીંગની વિગતો જ્ઞાતિ સોશ્યલ મીડિયા ગ્રુપ તેમજ ઓફિસ કાર્યાલયમાં જાહેરમાં મૂકવામાં આવે તેવી માંગ કરાઈ છે.

ઈજારાદારોને કરોડોની રાહત

જ્ઞાતિ કારોબારી સમિતિ દ્વારા ઈજારાદારોને લોકડાઉનમાં જ્ઞાતિજનોને વિશ્વાસમાં લીધા વિના જ કરોડોની રાહત અપાઈ હોવાની ફરિયાદ સાથે જણાવેલ કે જ્ઞાતિમાં આવકના ચાર મુખ્ય સ્ત્રોત પૈકી ત્રણ વર્ષના ઈજારાદારો પૈકી રૃકમણી મંદિર, યાત્રિક નિવાસ, યજમાનવૃત્તિનો ઈજારો તેમજ ત્રિવિક્રમરાયજીના ઈજારાદારોને થોડા સમય પહેલાના લોકડાઉનના સમયમાં ૬૫  ટકા જેટલી માતબર રકમની રાહત આપતા જ્ઞાતિને કરોડો રૃપિયાની નુકસાની સાથે જ્ઞાતિના ૮૫૦ ઘરોમાં ઘરદીઠ હજારો રૃપિયાની નુકસાની થઈ હોવાની પણ ફરિયાદ કરી છે.

close
Ank Bandh 26 January
close
PPE Kit