આજીવીકા મેળવવા દેશીદારૃના વેચાણની બેડના વૃદ્ધે પરવાનગી માંગતા ચકચાર

જામનગર તા. ૧૨ઃ જામનગરના બેઠ ગામના એક આસામીએ વૃદ્ધે પોતાનું તથા પત્નીનું ગુજરાન ચલાવવા માટે દેશીદારૃ વેચવાની પરવાનગી માંગતી અરજી જિલ્લા પોલીસવડાને પાઠવતા હાલમાં ગરીબો માટે જીવવું કેટલું મુશ્કેલ છે તેવું ચિત્ર સ્પષ્ટ બન્યુ છે. આવી પરવાનગી ન આપી શકાય તેમ છતાં આ પત્રએ બુદ્ધિજીવીઓને વિચારતા કરી મૂક્યા છે.

જામનગર તાલુકાના બેડ ગામમાં રહેતા મોતીભાઈ ખેતાભાઈ પરમાર નામના ૭૬ વર્ષના વૃદ્ધે જામનગરના જિલ્લા પોલીસવડાને ખાનગી કુરીયર કંપની મારફત એક પત્ર પાઠવ્યો છે. જેમાં તેઓએ પોતાને થોડોઘણો દેશી દારૃ વેંચવા દેવાની પરવાનગી આપવાની ચોંકાવનારી માંગણી કરી છે.

આ વૃદ્ધે ગઈ તા. ૨૪ ઓક્ટોબરના દિને જિલ્લા પોલીસવડાને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે પોતે ટીબી સહિતની કેટલીક બીમારીઓથી પીડાઈ રહ્યો છે. તેઓના પત્ની સુરદાસ છે તેથી આ વૃદ્ધ દંપતી કોઈપણ કામ કરવા અસમર્થ છે. તે ઉપરાંત આ વૃદ્ધોનું ગુજરાન ચલાવી શકે તેવી કોઈ સભ્ય પણ નથી તેથી નાછુટકી મોતીભાઈએ દિવસમાં પંદરથી વીસ જેટલી દેશીદારૃની કોથળી વેંચવા દેવામાં આવે તો તેઓની આજીવીકા ચાલી શકે.

આ રજુઆતમાં અરજદારે અંગુઠાનું નિશાન માર્યુ છે. તે ઉપરાંત પોતાની બીમારીના કાગળ અને મોબાઈલ નંબર પણ ટાંક્યા છે. જો કે તે નંબર બંધ આવી રહ્યા છે. આ પ્રકારની કોઈ પરવાનગી આપી ન શકાય તેમ છતાં હાલમાં પ્રવર્તતી ભારે મંદી વચ્ચે એક વૃદ્ધે પોતાને ગુજરાન ચલાવવા માટે દારૃ વેચવાની પરવાનગી આપવાની માંગણી કરતા ચકચાર જાગી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit