Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા એસડીએમનો આદેશઃ
જામનગર તા. ૧ઃ ભાણવડના પાસ્તરડી તથા વેરાડ ગામના બે શખ્સને છ મહિના માટે ત્રણ જિલ્લામાંથી તડીપાર કરવામાં આવ્યા છે. ગઈકાલે ખંભાળિયાના એક શખ્સને તડીપાર કરાયા પછી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે વધુ બેને હદપાર કર્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દેશી દારૂની પ્રવૃત્તિ કરતા શખ્સો સામે કડક પગલાં ભરવા અપાયેલી સૂચનાના પગલે ગઈકાલે ખંભાળિયાના એક શખ્સને હદપાર કરવાનો હુકમ કરાયા પછી દ્વારકા જિલ્લાના એસડીએમ કે.કે. કરમટાએ વધુ બે શખ્સને તડીપાર કરવાનો હુકમ કર્યાે છે.
ભાણવડ તાલુકાના પાસ્તરડી ગામના માંડાભાઈ ગલાભાઈ કોડિયાતર તથા ભાણવડના જ વેરાડ ગામના જીતેન્દ્રસિંહ નટુભા જાડેજા ઉર્ફે જીતુભા નામના બે શખ્સને દ્વારકા તેમજ જામનગર અને પોરબંદર જિલ્લામાંથી છ મહિના માટે હદપાર કરી નાખવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial