Advertisement
Author: નોબત સમાચાર

જામવંથલી-અલિયાબાડા ડબલિંગ રેલખંડનું કમિશનિંગ સફળઃ પ્રતિ કલાક ૧૨૨ કિમીની ઝડપ

રાજકોટ-કાનાલુસ પ્રોજેકટમાં ૯૬ કિ.મી. રેલખંડનું કામ પૂર્ણઃ

                                                                                                                                                                                                      

રાજકોટ તા. ૫: જામવંથલી-અલિયાબાડા ડબલિંગ રેલખંડનું સફળ કમિશનિંગ, ૧૨૨ કિમી/કલાકની ઝડપે પરીક્ષણ થયુ છે. તે સાથે રાજકોટ-કાનાલુસ ડબલિંગ પ્રોજેકટ અંતર્ગત અત્યાર સુધી ૧૧૧ કિલોમીટરમાંથી ૯૬ કિલોમીટર રેલખંડનું ડબલિંગ કાર્ય પૂર્ણ થયું છે.

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન અંતર્ગત રાજકોટ-કાનાલુસ બ્રોડગેજ ડબલિંગ પ્રોજેક્ટમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરતા જામવંથલી-અલિયાબાડા રેલ સેક્શનના ૧૧.૮૦૪ કિલોમીટર લાંબા ડબલિંગ કાર્યને ૪ નવેમ્બર, ૨૦૨૬ના સફળતાપૂર્વક કમિશન કરવામાં આવ્યું. આ સિદ્ધિ સાથે જ કુલ ૧૧૧ કિલોમીટર લાંબા રાજકોટ-કાનાલુસ ડબલિંગ પ્રોજેક્ટમાં અત્યાર સુધી ૯૬ કિલોમીટર રેલખંડનું ડબલિંગ કાર્ય કમિશન થઈ ચૂક્યું છે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીના દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ વિજ્ઞપ્તિ અનુસાર, નવનિર્મિત ડાઉન મેઇન લાઇન પર ૧૨૨ કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ ઝડપે સફળતાપૂર્વક સ્પીડ ટ્રાયલ (ઝડપ પરીક્ષણ) કરવામાં આવ્યું.

આ પ્રસંગે રેલવે સુરક્ષા કમિશનર, પશ્ચિમ સર્કલ, મુંબઈ, ઈ. શ્રીનિવાસ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મુખ્ય વહીવટી અધિકારી (બાંધકામ), અમદાવાદ, પ્રદીપ ગુપ્તા તથા રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી ગિરિરાજકુમાર મીના પણ ઉપસ્થિત રહૃાા હતા.

જામવંથલી-અલિયાબાડા ડબલિંગ રેલખંડમાં આધુનિક રેલ માળખાગત સુવિધાઓના વિકાસ અંતર્ગત વિવિધ મહત્ત્વપૂર્ણ બાંધકામ કાર્યો કરવામાં આવ્યા છે.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh