અકસ્માતમાં મહિલાનું મૃત્યુ થતાં કરાયેલી વળતરની માંગણી મંજૂર

જામનગર તા. ૩ઃ જામનગરના સમર્પણ સર્કલ પાસે છ વર્ષ પહેલાં એક મહિલાને પૂરપાટ ધસી આવેલા બાઈકે ઠોકર મારી અકસ્માત સર્જયો હતો. આ મહિલાનું સારવારમાં મૃત્યું થયા પછી તેમના વારસોએ વળતર મેળવવા કરેલી અરજી ચાલી જતાં ટ્રીબ્યુનલે રૃા. ૪,૬૭ લાખ વ્યાજ તથા ખર્ચ સાથે ચૂકવવા વીમા કંપનીને હુકમ કર્યો છે.

જામનગર શહેરમાં ધુંવાવ નાકા પાસે રહેતાં રમેશભાઈ મોહનભાઈ રાઠોડ ગઈ તા. ૬-૨-૨૦૧૫ના દિને પત્ની રંજનબેન સાથે ખંભાળીયા ધોરીમાર્ગ પર આવેલા ગોરધનપર ગામમાં યોજાયેલા એક શુભ પ્રસંગમાં જવા માટે નીકળ્યા હતાં. આ દંપતી રાત્રીના સમયે સમર્પણ હોસ્પિટલ પાસેથી ચાલીને જતું હતું ત્યારે પાછળથી ધસી આવેલા એક મોટરસાયકલના ચાલકે રંજનબેનને ઠોકર મારી ફંગોળ્યા હતાં.

આ અકસ્માતમાં માથામાં ગંભીર ઈજા પામેલા રંજનબેનને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી વધુ સારવાર માટે રાજકોટ અને ત્યાંથી અમદાવાદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. તેમ છતાં આ મહિલાનું સારવારમાં જ મૃત્યુ થયું હતું.

મૃતકના વારસોએ વળતર મેળવવા માટે જામનગરની મોટર એકસીડન્ટ ટ્રીબ્યુનલ સમક્ષ અરજી કરી હતી. તે અરજી ચાલી જતાં ટ્રીબ્યુનલે મૃતકના વારસોને રૃા. ૪,૬૭,૦૦૦ ની રકમ નવ ટકા વ્યાજ તથા ખર્ચ સાથે ચૂકવી આપવા યુનાઈટેડ ઈન્સ્યુરન્સ કંપનીને હુકમ કર્યો છે. અરજદારો તરફથી વકીલ એમ.એમ. કાદરી, વાય.એમ. પંડ્યા રોકાયા હતાં.

close
Ank Bandh 29 March
close
PPE Kit