ગુજરાતમાં સવા ત્રણ કરોડ ગરીબોને? મફત અનાજ-કઠોળ-ખાંડ અપાશે

ગાંધીનગર તા. રપઃ રાજ્યના ૬૦ લાખ ગરીબ પરિવારોના સવાત્રણ કરોડ લોકોને લોકડાઉનમાં મદદરૃપ થવા માટે અનાજ-ખાંડ-કઠોળ વગેરે મફત આપશે. વ્યક્તિદીઠ સવાત્રણ કિલો અનાજ, દોઢ કિલો ચોખા અને કુટુંબદીઠ એક-એક કિલો ખાંડ, કઠોળ, મીઠું રાશનકાર્ડ પર સસ્તા અનાજની દુકાનો મારફત આપવાની જાહેરાત મુખ્યમંત્રી રૃપાણીએ કરી છે.

જો કે, રાજ્યના સસ્તા અનાજના વેપારીઓના એસોસિએશનના પ્રમુખ પ્રહ્લાદભાઈએ આ અંગે બાયોમેટ્રિક પદ્ધતિને લઈને પ્રશ્નો ઉઠાવીને વિરોધ કર્યો હોવાના પણ અહેવાલો છે.

close
Nobat Subscription