બીમારીના કારણે વૃદ્ધાનું મૃત્યુ

જામનગર તા. ૧૩ઃ જામનગરની ડિફેન્સ કોલોનીમાં રહેતા એક વૃદ્ધાને ડાયાબિટીસ તથા પેટમાં પાણી ભરાઈ જવાની બીમારી થઈ ગયા પછી ગઈકાલે તેઓની તબિયત લથડતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતાં. આ વૃદ્ધાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.

જામનગરના ખોડિયાર કોલોની વિસ્તાર આગળ આવેલી ડિફેન્સ કોલોનીમાં મંદિર પાસે રહેતા ગૌરીબેન પુષ્પેન્દ્રનાથ બેનરજી નામના સડસઠ વર્ષના વૃદ્ધાને દોઢેક વર્ષ પહેલા ડાયાબિટીસ તથા પેટમાં પાણી ભરાઈ જવાની બીમારી લાગુ પડી હતી. જેની સારવાર અપાવવામાં આવી રહી હતી.

બીમારીના કારણે પથારીવશ થઈ ગયેલા ગૌરીબેનની ગઈકાલે સવારે તબિયત લથડતા તેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાં તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યાનું દશરથભાઈ મનુભાઈ ધોળકિયાએ પોલીસમાં જાહેર કર્યું છે. સિટી 'સી'  ડિવિઝન પોલીસ સ્ટેશનના જમાદાર પંકજ વાણિયાએ મૃતદેહનું પીએમ કરાવી તપાસ હાથ ધરી છે.

close
Ank Bandh 29 March
close
PPE Kit